શહેરમાં આવેલાં વિવિધ આઠ બ્રિજ નીચે આવેલાં અંડર સ્પેસ એરીયામાં ૩૭ કરોડનાં ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે
લેન્ડસ્કેપ વીથ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, બોકસ ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે
અમદાવાદ,શનિવાર,25
જાન્યુ,2025
અમદાવાદમાં આવેલાં દિનેશ ચેમ્બર ફલાય ઓવર,રાજેન્દ્રપાર્ક
ફલાય ઓવર,અંજલી
ફલાય ઓવરબ્રિજ સહીતના આઠ બ્રિજ નીચે આવેલાં અંડરસ્પેસ એરીયામાં રુપિયા ૩૭ કરોડના
ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે. બ્રિજ નીચે આવેલી જગ્યામાં લેન્ડ સ્કેપ વીથ
ગાર્ડન, ચિલ્ડ્રન
પ્લે એરીયા,બોકસ
ક્રીકેટ સહીતની ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પેલેડીયમ મોલ પાસે તથા કારગીલ
જંકશન પાસે નેશનલ હાઈવે ઓથોરીટીની પરમીશન મળ્યા પછી આયોજન કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની
મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ
સહીતના અન્ય બ્રિજ નીચે આવેલાં અંડર સ્પેસની જગ્યામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર
બનાવવા રુપિયા ૩૭.૬૨ કરોડના ખર્ચે ૨૯ ટકા
વધુ ભાવથી કોન્ટ્રાકટર દેવરાજ બિલ્ડર્સને કામગીરી આપવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી
છે.બ્રિજ નીચેની જગ્યામાં સિનીયર સીટીઝન પાર્ક,ગાર્ડનીંગ,
બાળકો માટે રમતગમત માટેની વ્યવસ્થા સહીતની કામગીરી કરી અંડર સ્પેસ એરીયાને
ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ
છે.૧૮ મહીનામાં સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટરની કામગીરી પુરી કરવામાં આવશે.અંડર સ્પેસ
એરીયામાં લેન્ડ સ્કેપ ગાર્ડન વીથ સીટીંગ એરેજમેન્ટ, ચિલ્ડ્રન પ્લે એરીયા,
થીમ બેઝ ડેકોરેટીવ સ્કલ્પચર,
ડેકોરેટીવ ફલોરીંગ ઉપરાંત પેઈન્ટીંગ,લાઈટીંગ, ફુડ સ્ટોલ સહીતની
સુવિધા આસપાસના વિસ્તારમાં રહેતાં રહીશોને સરળતાથી મળી રહે એવું આયોજન કરાશે.
કયા-કયા બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરાશે
૧.દિનેશ ચેમ્બર ફલાય ઓવરબ્રિજ
૨.રાજેન્દ્ર પાર્ક ફલાયઓવરબ્રિજ
૩.ઘોડાસર ફલાય ઓવરબ્રિજ
૪.અંજલી ફલાય ઓવરબ્રિજ
૫.શાહીબાગ રેલવે ઓવરબ્રિજ
૬.ગુરુજી રેલવે ઓવરબ્રિજ
૭.ગુજરાત કોલેજ ફલાયઓવરબ્રિજ
૮.પેલેડીયમ મોલ તથા કારગીલ જંકશન પાસે