ઔડા દ્વારા રીંગરોડને જંકશન ફ્રી બનાવવા બાકરોલ,હાથીજણ,રામોલ, પાંજરાપોળ ફલાય ઓવર બનાવાશે

સોમવારે વડાપ્રધાન દ્વારા સિકસલેન ફલાયઓવરબ્રિજનું ખાતમૂહુર્ત કરાશે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

     ઔડા દ્વારા રીંગરોડને જંકશન ફ્રી બનાવવા  બાકરોલ,હાથીજણ,રામોલ, પાંજરાપોળ ફલાય ઓવર બનાવાશે 1 - image

  અમદાવાદ,શનિવાર,14 સપ્ટેમ્બર,2024

ઔડા દ્વારા સરદાર પટેલ રીંગ રોડને જંકશન ફ્રી બનાવવા બાકરોલ, હાથીજણ,રામોલ ઉપરાંત પાંજરાપોળ જંકશન ઉપર રુપિયા ૩૯૧.૧૬ કરોડના ખર્ચથી ફલાયઓવરબ્રિજ બનાવાશે.૧૬ સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિકસલેન ફલાયઓવરબ્રિજ બનાવવા ખાતમૂહુર્ત કરવામાં આવશે.

સરદાર પટેલ રીંગરોડ ઉપર અત્યારસુધીમાં ઔડા દ્વારા ૧૬ જેટલા ફલાયઓવર, અંડરપાસ  તથા બે નદી ઉપરના બ્રિજ કાર્યરત કરવામાં આવ્યા છે.વધુ દસ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ પૈકી છ બ્રિજનું ખાતમૂહુર્ત કરી કામગીરી શરુ કરવામાં આવી છે.બાકીના ચાર બ્રિજ કે જેમાં બાકરોલ,હાથીજણ,રામોલ તથા પાંજરાપોળ જંકશન ઉપર  સિકસલેન ફલાયઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે.સરદાર પટેલ રીંગ રોડ ઉપરથી દૈનિક એક લાખથી વધુ વાહન પસાર થઈ રહયા છે.આ ફલાયઓવરબ્રિજ બનવાથી વ્યસ્ત જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

ઝુંડાલમાં ૧૧૨૦ આવાસનું લોકાર્પણ  કરવામાં આવશે

        ૧૬ સપ્ટેમ્બર અને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝુંડાલ ખાતે ઔડા દ્વારા બનાવવામાં આવેલા ૧૧૨૦ જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૨૦ બ્લોક,પાર્કીંગની સુવિધા સાથે સાત માળના તૈયાર કરવામાં આવ્યા છે.દરેક ફલોર ઉપર આઠ યુનિટ તૈયાર કરાયા છે.એક યુનિટ ૩૯.૭૯ ચોરસમીટરનો કારપેટ એરીયા ધરાવે છે.કમ્યુનિટી હોલ સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


Google NewsGoogle News