મ્યુનિ.હસ્તકના રીઝર્વ પ્લોટની હરાજી, દસ પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૯૯૭ કરોડની આવક

મકરબા,ચાંદખેડા, શીલજ સહિતના વિસ્તારના રહેણાંક-કોમર્શિયલ પ્લોટનું વેચાણ કરાયુ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News

  મ્યુનિ.હસ્તકના રીઝર્વ પ્લોટની હરાજી, દસ પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૯૯૭ કરોડની આવક 1 - image   

  અમદાવાદ,સોમવાર,24 જુન,2024

૧૮થી ૨૧ જુન દરમિયાન અમદાવાદ મ્યુનિ.હસ્તકના રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના રીઝર્વ પ્લોટનુ હરાજીથી વેચાણ કરાયુ હતુ.મકરબા,ચાંદખેડા,શીલજ સહિતના વિસ્તારમાં આવેલા પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૯૯૭ કરોડની આવક થવા પામી હતી.

ત્રણ વખત મોકૂફ રાખવામા આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ હેતુ માટેના રીઝર્વ પ્લોટ પૈકી ૨૨ પ્લોટનુ ઈ-ઓકશન કરવામા આવ્યુ હતુ.૨૨ પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૨૨૫૦ કરોડની આવક થવાની ધારણા વ્યકત કરાઈ હતી.ચાર દિવસના સમયમાં ૨૨ પૈકી દસ પ્લોટનુ વેચાણ  મ્યુનિસિપલ તંત્ર કરી શકયુ હતુ.

કયો પ્લોટ કેટલી કીંમતથી વેચાયો

પ્લોટ  પ્લોટ એરીયા(સ્કે.મી.)     હાઈએસ્ટ બિડ(કરોડમાં)

ચાંદખેડા     ૬૬૧૬૮              ૫.૧૯

બોડકદેવ   ૪૬૫૮            ૧૨૬.૬૯

મકરબા     ૩૭૪૦             ૬૮.૪૪

મકરબા   ૩૭૧૦               ૪૨.૨૯

શીલજ    ૯૭૬૫               ૧૬૬.૧૦

નિકોલ  ૧૮૯૫                 ૧૪.૦૨

મુઠીયા  ૧૯૭૧               ૧૮.૭૨

મોટેરા  ૯૬૩                  ૯.૭૩

ઈસનપુર ૧૬૭૨             ૨૬.૨૫

નારોલ     ૯૭૦           ૫.૦૪

        


Google NewsGoogle News