અમદાવાદમાં આવેલા ટુરીસ્ટ પ્લેસ ખાતે રીટેલ શોપ-કાફે સહીતની સુવિધા સાથે ટોઈલેટ બનાવવા ૨૦ કરોડ ખર્ચાશે
કાંકરિયા,સિંધુભવન રોડ, ગાંધીઆશ્રમ, સી.જી.રોડ જેવા સ્થળોની પસંદગી કરાશે
અમદાવાદ,સોમવાર,10 ફેબ્રુ,2025
અમદાવાદમાં આવેલા વિવિધ ટુરીસ્ટ પ્લેસ ખાતે રીટેલ શોપ,રીફ્રેશમેન્ટ અને
રીટેલ શોપ સહિતની સુવિધા સાથેના ટોઈલેટ બનાવવા રુપિયા ૨૦ કરોડ ખર્ચ કરવામાં
આવશે.કાંકરિયા,સિંધુભવન
રોડ,ગાંધીઆશ્રમ
અને સી.જી.રોડ સહીતના સ્થળોની ટોઈલેટ બનાવવા માટે પસંદગી કરવામાં આવશે.આ ટોઈલેટ
બનાવવામા આવ્યા પછી એક ટોઈલેટ બ્લોક દીઠ રુપિયા ૬૦ હજાર પ્રતિ માસ ચૂકવવાની મંજૂરી
માંગતી દરખાસ્ત આજે મળનારી રોડ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામા આવી છે.
શહેરના ટુરીસ્ટ પ્લેસ ખાતે વિવિધ સુવિધા સાથેના અદ્યતન
ટોઈલેટ બનાવવા મ્યુનિ.તંત્ર તરફથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામા આવી હતી.આવેલી
ઓફર પૈકી ટેકનીકલ અને ફાયનાન્સીયલ કવોલીફાય થયેલા કોન્ટ્રાકટર ટોઈલેટ એન્ડ ટોઈલેટ
પ્રા.લિ.પાસેથી થીમ બેઝ શહેરમાં અલગ અલગ વીસ લોકેશન ઉપર બનાવવામાં આવશે.આ પ્રકારે
બનાવવામા આવનારા ટોઈલેટમાં સેનેટરી નેપકીન વેચાણ માટેના મશીન, દિવ્યાંગો માટે
ખાસ વ્યવસ્થા ઉપરાંત પીવાના પાણીની સુવિધા,
ચેઈન્જરુમ, પ્રાથમિક
સારવારની સુવિધા માટેના સાધનો સહીતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે.આ પ્રકારના
ટોઈલેટ બનાવવા વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા અને
જર્જરીત થઈ ગયેલા ટોઈલેટને તોડી પડાશે.સરખેજ-ગાંઘીનગર હાઈવે, કાલુપુર રેલવે
સ્ટેશન, અમદાવાદ-વડોદરા
એકસપ્રેસ વે ઉપરાંત આનંદનગર રોડ,ગુરુકુળ, એસ.ટી.સ્ટેશન તથા
યુનિવર્સિટી વિસ્તારમાં આ પ્રકારના ટોઈલેટ બનાવાશે.