ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે ૮૦ કરોડના ખર્ચે લોટસ પાર્ક ડેવલપ કરવા મ્યુનિસિપલ તંત્રનું આયોજન
૨૫ હજાર ચોરસમીટર જગ્યામાં દેશના તમામ રાજયના ફુલ જોવા મળશે
અમદાવાદ,ગુરુવાર,21 નવેમ્બર,2024
ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે રુપિયા ૮૦ કરોડના ખર્ચથી
લોટસ પાર્ક ડેવલપ કરવા મ્યુનિસિપલ તંત્રે આયોજન કર્યુ છે.૨૫ હજાર ચોરસમીટર
જગ્યામાં દેશના તમામ રાજયના ફુલ એક સ્થળે જોવા મળશે. મ્યુનિ.ના આ વર્ષના બજેટમાં આ
પ્રોજેકટ માટે રુપિયા વીસ કરોડની ફાળવણી કરાઈ છે.બે વર્ષમાં પ્રોજેકટ પુરો થવાની
સંભાવના છે.
ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે દેવસીટી પાસે
ટી.પી.સ્કીમ.-૨૯ના ફાઈનલ પ્લોટ-૪ ખાતે લોટસપાર્ક ડેવલપ કરવાનુ આયોજન આ વર્ષના
બજેટમાં કરવામાં આવ્યુ હતુ.સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,આ પ્રોજેકટનો
આકાર કમળના રુપમાં લેવામાં આવ્યો છે.જયાં દરેક પાંખડી દેશના જુદા જુદા રાજયના
ફુલોનુ પ્રદર્શન કરશે.દેશના તમામ રાજયના ફુલની પાંખડી ટેબલેટ રુપમા એક જ સ્થળે
પ્રદર્શિત કરવામાં આવશે.પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી થીમ ઉપર વિકસાવાશે.લેન્ડ સ્કેપ
ડેવલપમેન્ટ, જાહેર
સુવિધા તથા પાર્કિંગ વ્યવસ્થા સાથે આ
પ્રોજેકટ તૈયાર થશે.જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ હશે.