અમદાવાદ મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બનાવાશે

દબાણ થવાની મહત્તમ સંભાવના હોય તેવા પ્લોટને પહેલી પ્રાયોરીટી અપાશે

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બનાવાશે 1 - image


અમદાવાદ,મંગળવાર,31 ઓકટોબર,2023

અમદાવાદમાં મ્યુનિ.હસ્તકના કરોડો રુપિયાની કિંમતના વિવિધ હેતુ માટેના રીઝર્વ પ્લોટ આવેલા છે.આ પ્લોટ ઉપર કોઈપણ પ્રકારના બાંધકામ કે દબાણ ના થાય એ માટે પ્લોટની ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બનાવવા મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કરી સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી છે.જે પ્લોટ ઉપર દબાણ થવાની મહત્તમ સંભાવના હોય એવા પ્લોટને પહેલી પ્રાયોરીટી આપી પાકી કમ્પાઉન્ડ વોલ બનાવવા તાકીદ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને નેબરહુડ સેન્ટર, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય   હેતુ માટેના કે જે પ્લોટ વેચાણનો હેતુ ધરાવતા ના હોય તેવા પ્લોટ ઉપર બીજી પ્રાયોરીટી આપી પાકી કમ્પાઉન્ડ વોલ બનાવવા, સેલ ફોર ઈન્ડસ્ટ્રીયલ, સેલ ફોર કોમર્શિયલ, સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડ(સંયુકત હેતુ) હેતુ હોય તેવા કીસ્સામાં તથા અન્ય હેતુ કે જેમાં વેચાણનો હેતુ ધરાવતા પ્લોટમાં ત્રીજી પ્રાયોરીટી આપી પ્રિ કાસ્ટની કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સીંગ જરુરીયાત અનુસાર  કરવા તથા ફકત પ્લે ગ્રાઉન્ડનો હેતુ ધરાવતા પ્લોટ, ઓપન  કોમર્શિયલ યુઝ પ્લોટનો હેતુ ધરાવતા  પ્લોટને અંતિમ પ્રાયોરીટી આપીને જરુરીયાત અનુસાર ફેન્સીંગ કરવા અધિકારીઓને તાકીદ કરી છે.ગાર્ડનના હેતુ માટેના પ્લોટની પ્રાયોરીટી ગાર્ડન વિભાગે નકકી કરેલી ડીઝાઈન મુજબ કમ્પાઉન્ડ વોલ કરવાની રહેશે.પ્રાયોરીટી અનુસાર જરુરી હોય તે મુજબના દરવાજા તાળાબંધીની સુવિધા સાથેની કમ્પાઉન્ડ વોલ બનાવવાની રહેશે.જે પ્લોટનુ પઝેશન મળે કે તુરત સંબંધિત મંજુરી મેળવી કામગીરી કરવાની રહેશે.


Google NewsGoogle News