Get The App

રંગારંગ આરંભ થતાની સાથે અમદાવાદમાં ફલાવરશો જોવા મુલાકાતીઓનો ભારે ધસારો

પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી વધુ લોકોએ ફલાવરશો નિહાળ્યો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

   રંગારંગ આરંભ થતાની સાથે અમદાવાદમાં ફલાવરશો જોવા મુલાકાતીઓનો ભારે ધસારો 1 - image    

 અમદાવાદ,શુક્રવાર,3 જાન્યુ,2025

અમદાવાદમાં શુક્રવારે સવારે ફલાવરશો-૨૦૨૫નો આરંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ફલાવરશોની સાથે રાજયના મુખ્યમંત્રી દ્વારા શહેરમાં ટ્રી સેન્સસનો પણ આરંભ કરાવ્યો હતો.પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી પણ વધુ લોકોએ ફલાવરશો નિહાળ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કરવામાં આવેલા ફલાવરશોમાં અનેકવિધ આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.ફલાવરશોમાં વિવિધ પ્રકારના સ્કલપચર ઉપરાંત આઈકોનીક સક્લપચર મુકવામા આવ્યા છે.બાળકો માટે પણ  હલ્ક,ડોરોમોન સહીતના અનેક આકર્ષણ રાખવામાં આવ્યા છે.શહેરમાં ફલાવરશોની સાથે ટ્રી સેન્સનો આરંભ કરાવતા રાજયના મુખ્યમંત્રીએ ઈવેન્ટ સેન્ટર ખાતે સોનમહોરની ગણતરી કરી ટ્રી સેન્સનો આરંભ કરાવ્યો હતો. ફલાવરશોના પહેલા દિવસે પહોંચેલા મુલાકાતીઓ મુકવામા આવેલા અનેકવિધ આકર્ષણો જોઈ આનંદ અનુભવતા હતા.મુલાકાતીઓએ તેમના અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં ત્રણ ભાષામાં આપ્યા હતા.મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટના રુપમાં રુપિયા દસ લાખથી પણ વધુ આવક થવા પામી હતી.


Google NewsGoogle News