વહીવટી સુધારણાના ભાગરુપે L.G.,શારદાબેન હોસ્પિટલમાં ડાયરેકટરની પોસ્ટ ખોલવા કવાયત
અધિકારીના સીલેકશન માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવશે
અમદાવાદ,બુધવાર,5 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.તથા શારદાબેન
હોસ્પિટલમાં વહીવટી સુધારણાના ભાગરૃપે હોસ્પિટલ ડાયરેકટરની બે પોસ્ટ ખોલવા
મ્યુનિ.તંત્ર દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. હોસ્પિટલ ડાયરેકટરની જગ્યા માટે
અધિકારીનું સીલેકશન કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડીકલ કોલેજ સંલગ્ન ટીચીંગ
હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાની સાથે વહીવટી સુધારણાના ભાગરુપે
એલ.જી.તથા શારદાબેન એમ બંને હોસ્પિટલમાં કલીનીકલ અને નોનકલીનીકલ એમ બંને પ્રકારની
કામગીરી માટેના પાવર ડેલીગેશન કરવાની સાથે કલીનીકલ કામગીરીનું સંપૂર્ણ મેનેજમેન્ટ
અને સુપરવિઝન મેડીકલ સુપ્રિટેન્ડન્ટને સોંપવાનીકવાયત શરુ કરવામા આવી છે.નોન
કલીનીકલ કામગીરીનું સંપૂર્ણ મેનેજમેન્ટ તથા સુપરવિઝન કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના
કલાસવન અને હોસ્પિટલ મેનેજમેન્ટના જાણકાર કે ડીગ્રી ધરાવતા હોસ્પિટલ ડાયરેકટરને
સોંપવાની સાથે બંને હોસ્પિટલમાં એક-એક એમ કુલ બે હોસ્પિટલ ડાયરેકટરની નિમણૂંક
કરવામાં આવશે.જેની સામે આ બંને હોસ્પિટલમાં શીડયુલ ઉપર રહેલી પી.એ.ટુ
સુપ્રિટેન્ડન્ટ,સ્ટુઅર્ડની
ની ચાર જગ્યા કાયમી ધોરણે કમી કરવામાં આવશે.હોસ્પિટલ ડાયરેકટરની પસંદગી કરવા
મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ-હોસ્પિટલ),ડીન
એન.એચ.એલ.મેડીકલ કોલેજ,ડીન
નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજની એક કમિટી બનાવીને નિમણૂંક કરવામા આવશે.