Get The App

માત્ર બે મહીના માટે લાગૂ કરાયેલી GBY ROOF ઈન્સેન્ટિવ સ્કીમનો ફિયાસ્કો,સ્કીમ ફેરફાર સાથે લવાશે

વર્ષ-૨૦૨૩-૨૪માં આવેલી ૩૪ અરજી પૈકી માત્ર એક જ અરજી મંજૂર

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News

    માત્ર બે મહીના માટે લાગૂ કરાયેલી  GBY ROOF ઈન્સેન્ટિવ સ્કીમનો ફિયાસ્કો,સ્કીમ ફેરફાર સાથે લવાશે 1 - image   

 અમદાવાદ, શુક્રવાર,17 જાન્યુ,2025

અમદાવાદના હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા તંત્ર અને શાસકો દ્વારા વર્ષ-૨૦૨૩માં ગ્રીન, બ્લ્યૂ અને યેલો રુફ ઈન્સેન્ટિવ સ્કીમ બે મહીનાના સમય માટે લાગૂ કરાઈ હતી. આ સ્કીમ માટે નકકી કરવામાં આવેલી કાર્ય પધ્ધતિનો અમલ કરનારા પ્રોપર્ટી ટેકસ ધારકને ટેકસમાં દસ ટકા રાહત એક વર્ષ માટે આપવાની હતી. આ સ્કીમનો ફિયાસ્કો થયો છે. આવેલી ૩૪ પૈકી માત્ર એક જ અરજી મંજૂર કરાઈ છે.આ સ્કીમ લંબાવવા રેવન્યુ કમિટી સમક્ષ મુકાયેલી દરખાસ્ત અનિર્ણિત રખાઈ છે.સ્કીમ નવા ફેરફાર સાથે લાવવામાં આવશે.

સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે  વહીવટી તંત્ર અને સત્તાધીશો દ્વારા અવારનવાર પ્રયાસ કરવામાં આવતા હોય છે.વર્ષ-૨૦૨૩માં મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી  શહેરમાં ટેરેસ ગાર્ડન, પરકોલેટીંગ વેલ તથા એક કીલોવોટ ક્ષમતા ધરાવતા સોલાર રુફટોપ ધરાવતા કરદાતાને જે તે વર્ષમાં એટલે કે માત્ર એક વર્ષ માટે પ્રોપર્ટી ટેકસમાં દસ ટકા રાહત આપવા મંજુરી અપાઈ હતી.રેવન્યુ કમિટીની બેઠક પછી કમિટી ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહયુ, માત્ર બે મહીના માટે લાવવામાં આવેલી આ સ્કીમમાં ઘણા સુધારા કરવા જરૃરી લાગ્યા છે. આ કારણથી કમિટી સમક્ષ આ સ્કીમ વર્ષ-૨૦૨૪-૨૫થી આગામી દર નાણાંકીય વર્ષે સ્કીમમાં અન્ય કોઈ ફેરફાર ના થાય ત્યાં સુધી લાગુ પાડવા મંજૂરી માંગતી દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

૧૭૮૦ કરોડના અંદાજ સામે પ્રોપર્ટી ટેકસની અત્યારસુધી ૧૨૯૦ કરોડ આવક

વર્ષ-૨૦૨૪-૨૫ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૧૭૮૦ કરોડ આવક અંદાજવામાં આવી હતી. ૧૭ જાન્યુઆરી સુધીમાં  પ્રોપર્ટી ટેકસ પેટે મ્યુનિસિપલ તંત્રને રુપિયા ૧૨૯૦.૪૭ કરોડ આવક થવા પામી છે.પ્રોપર્ટી ટેકસની અંદાજવામાં આવેલી આવક સામે અત્યારસુધીમાં ૭૬.૮૧ ટકા આવક થવા પામી છે.૯૦ ટકા  સુધીની આવક મેળવવા વિભાગને સુચના અપાઈ છે.નાણાંકીય વર્ષ પુરુ થવામાં અઢી મહીના જેટલો સમય બાકી હોવાછતાં અંદાજવામાં આવેલી પ્રોપર્ટી ટેકસની આવક સામે ૮૫ ટકા આવક થવાની સંભાવના હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિ.તંત્રની ૧૭ જાન્યુઆરી સુધીમાં કયાં-કેટલી આવક

પ્રકાર           આવક(કરોડમાં)

પ્રોપર્ટીટેકસ     ૧૨૯૦.૪૭

પ્રોફેશન ટેકસ   ૨૦૬.૯૧

વ્હીકલ ટેકસ    ૧૮૦.૯૮


Google NewsGoogle News