Get The App

૨.૨૫ લાખ લોકોની આવાસ મેળવવા અરજી , અમદાવાદમાં ૩૮ હજારના ઓર્ડર સામે ૧૪ હજાર આવાસ બન્યા નહીં

૧.૯૭ લાખ અરજી ના મંજુર કરાતા ડિપોઝીટ પરત લેતા અરજદારોને નાકે દમ આવ્યો

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News

     ૨.૨૫ લાખ લોકોની આવાસ મેળવવા અરજી ,  અમદાવાદમાં ૩૮ હજારના ઓર્ડર સામે ૧૪ હજાર આવાસ બન્યા નહીં 1 - image

  અમદાવાદ,શનિવાર,26 ઓકટોબર,2024

અમદાવાદમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજના અને એલ.આઈ.જી.યોજના  અંતર્ગત આવાસો મેળવવા વર્ષ-૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં કુલ ૨.૨૫ લાખ લોકોએ અરજી કરી હતી.મ્યુનિસિપલ તંત્ર તરફથી ઈ.ડબલ્યુ.એસ.તથા એલ.આઈ.જી.આવાસ યોજના અંતર્ગત ૩૮૮૫૦ આવાસ બનાવવા વિવિધ કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડર આપ્યા હતા.આ બંને યોજના અંતર્ગત હજી સુધી ૧૪ હજાર આવાસ બની શકયા નથી.તંત્રે ૧.૯૭ લાખ અરજી ના મંજુર કરતા ડિપોઝીટ પરત લેતા અરજદારોને નાકે દમ આવી ગયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  તૈયાર કરવામાં આવેલા ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજનાના તથા  એલ.આઈ.જી.પ્રકારના આવાસ મેળવવા માટે વર્ષ-૨૦૨૧ સુધીમાં ૨૨૫૨૩૯ લોકોએ આવાસ મેળવવા ડિપોઝીટ પેટે રુપિયા ૧૮૭.૭૩ કરોડ જેટલી રકમ મ્યુનિ.તંત્રમાં જમા કરાવી હતી. મ્યુનિ.વિપક્ષ ઉપનેતા નિરવ બક્ષીએ  આ મુદ્દે શુક્રવારે મળેલી મ્યુનિ.બોર્ડ બેઠકમાં રજુઆત કરી હતી.રુપિયા ૧૮૭ કરોડથી વધુ રકમ ડિપોઝીટ પેટે લોકોએ જમા કરાવ્યા પછી ૬૧૩૦ અરજદારો ને પ્રતિક્ષાયાદીમાં મુકાયા છે.વર્ષ-૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં  એલ.આઈ.જી.ના ૭૪૮૭ અને ઈ.ડબલ્યુ.એસ.ના ૩૧૩૬૩ મકાન મળી કુલ ૩૮૮૫૦ આવાસ બન્યા છે.કેટલાક કોન્ટ્રાકટરોના કારણે હજુ ૧૪ હજારથી વધુ આવાસ બની શકયા નથી.

કયા કોન્ટ્રાકટરે કેટલા આવાસ ના બનાવ્યા?

કોન્ટ્રાકટર      આવાસની સંખ્યા

સનાયા ઈન્ફ્રાકોન       ૪૮૪૮

જયોતિ ઈન્ફ્રાટેક        ૨૪૮૯

સાંગાણી ઈન્ફ્રા          ૧૧૯૦

મારુતિ ઈન્ફ્રા           ૧૫૬૦

વિધાતા એસો.          ૧૦૧૭

એસ.વી.કન્સ્ટ્રકશન      ૧૧૧૬

મિરામ્બિકા કન્સ્ટ્રકશન     ૪૫૫

યોગી કન્સ્ટ્રકશન             ૨૧૪૦

અનાયા ઈન્ફ્રાકોન          ૫૯૩

કુલ                     ૧૪૮૧૫


Google NewsGoogle News