Get The App

ગુજરાતમાં વધુ એક કૌભાંડ! NABH માન્ય હોસ્પિટલોના ક્વાર્ટર ઓડિટમાં મોટા ગોટાળાની શક્યતા

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
Another Hospital Scam In Gujarat
Representative image

Another Hospital Scam In Gujarat: ખ્યાતિકાંડની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ (NABH) માન્ય હોસ્પિટલોને પીએમજેએવાય હેઠળ થતી સર્જરી અને અન્ય સારવાર અંગેનો ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ આરોગ્ય વિભાગમાં આપવાનો હોય છે. પરંતુ હોસ્પિટલો દ્વારા આપવામાં આવતા રિપાર્ટને આરોગ્ય વિભાગની મિલીભગતથી યોગ્ય રીતે ચકાસવામાં આવતો નથી. 

પીએમજેએવાય હેઠળ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પણ અન્ય હોસ્પિટલોમાં પણ મોટું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમજેએવાયના શંકાસ્પદ ઓડિટ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.

ઓડિટ રિપોર્ટની યોગ્ય ચકાસણી કરવાનું કામ આરોગ્ય વિભાગ

ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ કરવાનું કૌભાંડ ઝડપીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસને વધુ વિગતો મળી છે કે એનએબીએસ માન્ય હોસ્પિટલમાં જ પીએમજેએવાય હેઠળ ઓપરેશન કરવાની પરવાનગી મળે છે. જેમાં હોસ્પિટલમાં ત્રણ મહિના દરમિયાન પીએમજેએવાય હેઠળ થતા ઓપરેશનનો ત્રિમાસિક રિપોર્ટ આરોગ્ય વિભાગમાં સબમીટ કરવાનો હોય છે. 

ગુજરાતમાં એનએબીએચની માન્યતા ધરાવતી અનેક હોસ્પિટલોમાં ખ્યાતિ હોસ્પિટલની માફક આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ કરીને સર્જરી કરવામાં આવતી હોવાથી ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ ગરબડ કરીને તૈયાર કરવામાં આવે છે. જે આરોગ્ય વિભાગમાં સબમીટ કરવામાં આવે છે. પરંતુ આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ માત્ર નામ પુરતા જ આ રિપોર્ટની ચકાસણી કરે છે. જેના કારણે પીએમજેએવાય હેઠળ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોની સાંઠગાઠને પગલે રાજ્યભરમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, ખ્યાતિકાંડની સાથે આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરશે.

ગુજરાતમાં વધુ એક કૌભાંડ! NABH માન્ય હોસ્પિટલોના ક્વાર્ટર ઓડિટમાં મોટા ગોટાળાની શક્યતા 2 - image


Google NewsGoogle News