કરદાતાઓ માટે વધુ એક સગવડ અમદાવાદમાં વ્હીકલ ટેક્સ પણ હવે ઓનલાઈન ભરી શકાશે

આ ઓનલાઈન સિસ્ટમના કારણે વ્હીકલ ટેકસ ભરવાની જવાબદારી ડિલરની રહેશે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
કરદાતાઓ માટે વધુ એક સગવડ અમદાવાદમાં વ્હીકલ ટેક્સ પણ હવે ઓનલાઈન ભરી શકાશે 1 - image

અમદાવાદ,શુક્રવાર,20 ઓકટોબર,2023

અમદાવાદના કરદાતાઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રોપર્ટી ટેક્સ,પ્રોફેશનલ ટેક્સ, ગુમાસ્તાધારા સર્ટિફીકેટની સાથે હવે વ્હીકલ ટેક્સ પણ ઓનલાઈન ભરી શકાશે. આ ઓનલાઈન સિસ્ટમના કારણે વ્હીકલ ટેક્સ ભરવાની જવાબદારી ડિલરની રહેશે.

હાલની પ્રથા મુજબ, કોઈપણ વાહન ખરીદનાર વ્યકિત -ડિલર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર ઉપર જઈ વાહનનું ઈન્વોઈસ સબમીટ કરે છે.ત્યારબાદ ઓપરેટર દ્વારા વ્હીકલટેક્સ મોડયુલમાં તેની એન્ટ્રી થાય છે. વ્હીકલટેક્સ સિવિક સેન્ટરમાં કેશ અથવા ડીડીથી પેમેન્ટ થાય છે. સિટી સિવિક સેન્ટર દ્વારા રિસિપ્ટ તથા ટોકન ડિલર અથવા વાહનમાલિકને આપવામાં આવે છે. ત્યારબાદ ડિલર આર.ટી.ઓ.ખાતે વ્હીકલટેક્સની રિસિપ્ટ આપી વાહનનું રજિસ્ટ્રેશન કરાવે છે.આ સમગ્ર પ્રક્રીયામાં ચારથી પાંચ દિવસનો સમય વ્યતિત થાય છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા મુજબ
હવેથી વાહનના માલિક અથવા ડિલર દ્વારા ઓનલાઈન વ્હીકલ ટેક્સ ભરી શકાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.પહેલા વાહનના ડિલર દ્વારા વ્હીકલ ટેક્સના મોડયુલમાં રજિસ્ટ્રેશન કરાશે. ડિલર મુજબ યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ થશે.આ પ્રક્રીયા ડિલરે એકજ વખત કરવાની રહે છે. ડિલરે તેમના તમામ વાહનોના ઈન્વોઈસની વિગત સોફટ કોપીમાં અપલોડ કરાવી જોડવાની થશે.ઉપરાંત ડિલરે આ વાહનોની વ્હીકલટેક્સની રકમ ઓનલાઈન ચુકવવાની રહેશે. રકમ ભર્યા બાદ ટોકન-રસીદ ઓટો જનરેટ થશે. જેની પ્રિન્ટ ડિલર જાતે મેળવી શકશે.

આમ વાહન માલિક કે ડિલરને સિવિક સેન્ટરમાં જવાની જરુર રહેશે નહીં.જો કોઈપણ ડિલર દ્વારા કોઈપણ વાહનની વિગત ભરવામાં અનિયમિતતા માલૂમ પડશે તો વ્હીકલ ટેક્સ ઉપર વ્યાજ-પેનલ્ટી લાગુ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.કોઈ વિસંગતતા જણાશે તો ડિલરનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સુધીના પગલા લેવામાં આવશે.


Google NewsGoogle News