Get The App

સરકારી જમીનમાં ગેરકાયદે ગૌ-શાળા બનાવાઈ, નારોલમાં ગાયો હટાવી લેવાનુ સમજાવતા આસિ. મ્યુનિ.કમિશનરને હાથ-પગ તોડવાની ધમકી અપાઈ

સરકારી જમીનમાં ગૌ-શાળા બનાવી રાખવામાં આવેલી ૧૨૨ ગાય પકડી મ્યુનિ.ના ઢોરડબામાં મોકલી અપાઈ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News


સરકારી જમીનમાં ગેરકાયદે ગૌ-શાળા બનાવાઈ, નારોલમાં ગાયો હટાવી લેવાનુ સમજાવતા આસિ. મ્યુનિ.કમિશનરને હાથ-પગ તોડવાની ધમકી અપાઈ 1 - image

અમદાવાદ,બુધવાર,1 નવેમ્બર,2023

નારોલ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદે ગૌ-શાળા બનાવી રાખવામાં  આવેલી ૧૨૨ ગાય બે દિવસમાં હટાવી લેવા સમજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લાંગળીયાને હાથ-પગ તોડી નાંખી એલ.જી.હોસ્પિટલમાં નાંખવાની ધમકી આપી ધકકો મારવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશન તરફથી નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી હતી.મ્યુનિ.ટીમે ગેરકાયદે ગૌ-શાળામાં રાખવામા આવેલી ગાય પકડી મ્યુનિ.ના દાણીલીમડા ઢોરના ડબા ખાતે મોકલી આપી હતી.થોડા દિવસ પહેલા મધ્યઝોનના ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હુમલો કરવાની ઘટના બની હતી.

નારોલ-અસલાલી હાઈવે ઉપર જુની કોર્ટના આગળના ભાગમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી રણછોડભાઈ મનુભાઈ પરમાર રહે,જુની કોર્ટ પાસે,નારોલ દ્વારા ગૌશાળા બનાવવામા આવી હતી.આ ગૌશાળામાં ૧૦૦થી વધુ ગાય રાખવા ઉપરાંત ફુટપાથ ઉપર લીલા ઘાસચારાનુ વેચાણ કરતા હતા.ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે અમલમાં મુકવામા આવેલી નવી પોલીસી અંતર્ગત બે દિવસમાં આ ગાયો હટાવી લેવા સમજાવવા દક્ષિણઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહાકુમારી,આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રયાગ લાંગળીયા,મહેન્દ્ર સોખડીયા સહિતની મ્યુનિ.ની ટીમ મંગળવારે સાંજના ચાર કલાકના સુમારે ગૌ-શાળા ખાતે પહોંચ્યા હતા.જયાં આરોપી રણછોડ પરમાર નશાની હાલતમા હતા.ગાયોને શિફટ કરવા તથા ફુટપાથ ઉપર લીલા ઘાસચારાનુ વેચાણ નહીં કરવા સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયા હતાઉશ્કેરાટમાં તેમણે મ્યુનિ.અધિકારીને  મેં પૈસા ભરેલા છે.હું તમને વોર્નિંગ આપુ છુ કે તમારા હાથપગ તોડી નાંખી તમને એલ.જી.હોસ્પિટલમાં ના નાખુ તો  આ મારી ગાયોની સોગંધ છે.અહીંથી ગાયો લઈ જશો તો હું મારુ પેટ કાપી આત્મહત્યા કરી લઈશ.ઉપરાંત ગુ્રપમાંથી ૩૦૦-૪૦૦ માણસ ભેગા કરી જોઈ લેવાની ધમકી આપી આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર પ્રયાગ લાંગળીયાને ધકકો મારી ફોનમાં વિડીયો શુટીંગ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરમાંથી ૩૦૦ રખડતા ઢોર મ્યુનિ.ઢોર પાર્ટીએ પકડયા

પહેલી નવેમબરે સાંજે ૪ કલાક સુધીમાં પૂર્વ ઝોન વિસ્તારમાંથી સૌથી વધુ ૭૧ રખડતા પશુ મ્યુનિ.ટીમે પકડયા હતા.ઉપરાંત દક્ષિણ ઝોનમાંથી ૫૨પશ્ચિમ ઝોનમાંથી ૫૦, મધ્યઝોનમાંથી ૪૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૩૩,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી ૨૩ તથા ઉત્તરઝોનમાંથી ૨૬ રખડતા પશુ મ્યુનિ.ટીમે પકડવાની સાથે ૨૭૮૭૦ કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કર્યો હતો.


Google NewsGoogle News