Get The App

વહેલી સવારના સમયની ઘટના, થલતેજના ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડિંગના દસમા માળે આગ

ભારે પવનના કારણે આગ ૧૨ મા માળ સુધી પહોંચતા ત્રણ માળની ઓફિસો ખાખ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News

   વહેલી સવારના સમયની ઘટના,  થલતેજના ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડિંગના દસમા માળે આગ 1 - image  

  અમદાવાદ,મંગળવાર,24 ડિસેમ્બર,2024

મંગળવારે વહેલી સવારે ૪.૩૦ કલાકના સુમારે થલતેજ વિસ્તારમાં આવેલા ટાઈટેનિયમ સ્કેવર નામના બિલ્ડિંગના સી બ્લોકમાં આવેલા નવમા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ભારે પવનના કારણે ૧૦મા માળે લાગેલી આગ ૧૨મા માળ સુધી પહોંચતા ત્રણ માળ ઉપર આવેલી ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ હતી. વહેલી સવારના સમયે લાગેલી આગનુ કોઈ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી. આગ હોલવવા ફાયર વિભાગના ૧૫થી વધુ ફાયર ફાઈટીંગ માટેના વાહનોની મદદ લેવાઈ હતી. આ ઘટનામા કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.

થલતેજ વિસ્તારમાં ટાઈટેનિયમ સ્કેવર નામનુ ૧૨ માળનુ કોમર્શિયલ બિલ્ડિંગ આવેલુ છે. આ બિલ્ડિંગમાં આવેલા સી બ્લોકના નવમા માળે આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળતા જ થલતેજ તથા બોડકદેવ ફાયર સ્ટેશન ખાતેથી પહેલા ફાયર ફાઈટીંગ માટેના વાહનો મોકલવામા આવ્યા હતા.પવનના કારણે આગ ઝડપથી ફેલાતા તમામ ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઈટીંગ માટેના વાહનો ઘટના સ્થળે આગ હોલવવા માટે મદદમાં લેવામા આવ્યા હતા. સવારના સમયે લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમા લેવામા ફાયર વિભાગને ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો.૧૫ જેટલા વોટર બાઉઝર તેમજ ફાયર વિભાગના અધિકારીઓના એમ કુલ મળીને ૨૨ જેટલા વાહનોતથા ૪૦થી વધુ ફાયર વિભાગના સ્ટાફની મદદ થીઆગ હોલવવામાં આવી હતી.

દસમા માળે લાગેલી આગ બુઝાવવા ફાયરના સ્ટાફને કાચ તોડવા પડયા

થલતેજમા આવેલા ટાઈટેનિયમ સ્કવેર નામના બિલ્ડિંગમાં મંગળવારે વહેલી સવારે બનેલી આગની ઘટનામાં આગ હોલવવા પહોંચેલા ફાયરના જવાનોને દસમા માળે આવેલી ઓફિસમાં જવા માટે લગાવવામા આવેલા કાચ તથા ઓફિસોના દરવાજા તોડવા પડયા હતા. બિલ્ડિંગમાં કાચ લગાવવામા આવેલા હોવાથી ધુમાડો ખુબ ઝડપથી આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. આ કારણથી આગ હોલવવામાં લાંબો સમય લાગ્યો હતો.


Google NewsGoogle News