ગુજરાતનાં આ જિલ્લાઓ માટે સાત દિવસ 'ભારે', અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rainfall Update: રાજ્યમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેવામાં બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદી માહોલને લઈને આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, એક સાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં આજથી (26 જૂન) અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
અરબી સમુદ્ર, ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પૂરની સ્થિતિનું અનુમાન
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, અરબી સમુદ્ર, ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આમ ત્રણેય એક સાથે સક્રિય થતાં રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની સાથે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યુ હતુ. જ્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાલે (30 જૂન) આખા રાજ્યમાં મેઘ મહેરબાન રહેશે. તો બીજી બાજું, 30 જૂન અને 1 જુલાઈના દિવસ અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા
આગામી 5 જુલાઈના રોજ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં અતિ ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત નદીઓમાં પણ પૂરની સ્થિતિ ઉભી થાય તેવુ અનુમાન પણ કરવામાં આવ્યુ છે.