નવેમ્બરમાં ફરી ચક્રવાતની આગાહી! આ તારીખથી શરુ થશે ઠંડીનો ચમકારો, માવઠાની પણ શક્યતા
Ambalal Patel Weather Prediction : રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યામાં આગામી 29 નવેમ્બરથી ઠંડીની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે નવેમ્બરમાં ફરી ચક્રવાત આવવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે.
દિવાળીમાં વાદળછાયું વાતાવરણ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવાર સહિત 1થી 7 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે, આગામી મહિનાની શરુઆતમાં આબોહવામાં બદલાવ જોવા મળી શકે છે. જ્યારે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વાવાઝોડાના પ્રભાવથી રાજ્યના અમુક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો
આગામી મહિનાથી ઠંડીની શરુઆત
જ્યારે આગામી મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જેની તીવ્રતા 17થી 19 નવેમ્બર દરમિયાન વધુ જોવા મળી શકે છે. રાજ્યમાં ક્યારથી ઠંડી પડશે તેને લઈને અંબાલાલા પટેલે કહ્યું કે, 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઠંડીની શરુઆત થવાની શક્યતા છે.