Get The App

ભાદરવાના તાપમાંથી મળશે રાહત: ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
Rain


Rain Forecast : ચોમાસાની સિઝનના અંતમાં દેશના અમુક વિસ્તારોમાં વરસાદ સક્રિય છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, 'રાજ્યમાં હાલ ગરમી પડી રહી છે, ત્યારે 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે. જેમાં ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.'

આ પણ વાંચો : 300 ગામ ડૂબ્યા, 274થી વધુ સ્કૂલો બંધ, યુપી-બિહાર સહિત દેશભરમાં વરસાદ-પૂરથી હાહાકાર

નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 'બંગાળનો ઉપસાગર 22 સપ્ટેમ્બરથી સક્રિય થવાથી 27થી 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે 28 સપ્ટેમ્બરે નવી વરસાદી સિસ્ટમ બનવાથી બંગાળમાં વાવાઝોડું સર્જાશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. નવરાત્રીમાં પણ સિસ્ટમ બનવાથી વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.'

આ પણ વાંચો : વડોદરામાં પૂરની સહાયમાં વ્હાલા દવલાની નીતી : લોકોના આક્રોશનો મહિલા ધારાસભ્ય-કોર્પોરેટરો બન્યા ભોગ

શરદ પૂનમ બાદ વરસાદી ઝાપટાની શક્યતા

તેમણે કહ્યું કે, 'શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા થઈ શકે છે. આ ઉપરાંત, અલ નીનોની અસરથી 3 ડિસેમ્બર પછી ઠંડીની સિઝનની શરુઆત થઈ શકે છે, જેમાં 22 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે.'


Google NewsGoogle News