Get The App

તમામ કામગીરી એક સ્થળે થઈ શકશે મીઠાખળી વિસ્તારમાં ૭૬ કરોડના ખર્ચે નવુ અર્બન હાઉસ બનાવાશે

બિલ્ડિંગના પ્લાન મંજુર કરાવાથી લઈ વપરાશની પરવાનગી સહિતની કામગીરી કરાશે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News

 તમામ કામગીરી એક સ્થળે થઈ શકશે  મીઠાખળી વિસ્તારમાં ૭૬ કરોડના ખર્ચે નવુ અર્બન હાઉસ બનાવાશે 1 - image    

  અમદાવાદ,ગુરુવાર,10 ઓકટોબર,2024

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં રુપિયા ૭૬ કરોડના ખર્ચે નવુ અર્બન હાઉસ બનાવાશે. એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગની તમામ કામગીરી એક સ્થળેથી થઈ શકશે. અરજદારોને બિલ્ડિંગના પ્લાન મંજુર કરાવાથી લઈ બાંધકામના વપરાશ અંગેની મંજુરી મેળવવા વિવિધ કચેરીઓએ ધકકા ખાવા નહીં પડે.

મીઠાખળી વિસ્તારમાં નગરી હોસ્પિટલ પાસે નવુ અર્બન હાઉસ બનાવવા મ્યુનિ.ના આ વર્ષે મંજુર કરવામાં અંદાજપત્રમાં જોગવાઈ કરાઈ હતી.બે બેઝમેન્ટ સહીત નવ માળનુ નવુ બિલ્ડિંગ બનાવવામા આવશે. જયાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગને લગતી તમામ કામગીરી કરવામા આવશે.હાલમાં અરજદારોને બિલ્ડિંગના પ્લાન મુકવાથી લઈ રજા ચિઠ્ઠી મેળવવા સુધીની કામગીરી કરાવવા માટે મ્યુનિ.ની  અલગ અલગ કચેરીઓમાં જવુ પડે છે.


Google NewsGoogle News