હાટકેશ્વરબ્રિજનો ૫૨ કરોડનો ખર્ચ અજય ઈન્ફ્રા પાસે વસૂલો,વિપક્ષ

પલ્લવબ્રિજની કામગીરી અજય ઈન્ફ્રા પાસે છે

હયાત હાટકેશ્વરબ્રિજ તોડવા ૮ કરોડ અને નવો બનાવવા ૪૪ કરોડ ખર્ચ થશે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

    હાટકેશ્વરબ્રિજનો ૫૨ કરોડનો ખર્ચ અજય ઈન્ફ્રા પાસે વસૂલો,વિપક્ષ 1 - image 

  અમદાવાદ,શનિવાર,14 સપ્ટેમ્બર,2024

વર્ષ-૨૦૧૭માં રુપિયા ૪૦ કરોડના ખર્ચથી હાટકેશ્વર જંકશન ઉપર ફલાયઓવરબ્રિજ બનાવાયો હતાર્હયાત બ્રિજને તોડી નવો બનાવવા રુપિયા ૫૨ કરોડનો ખર્ચ કરાશે.વિપક્ષ કોંગ્રેસ દ્વારા હયાત બ્રિજને તોડી નવો બનાવવાનો ખર્ચ અજય ઈન્ફ્રા.પાસેથી વસૂલ કરવા માંગ કરાઈ છે.પલ્લવ જંકશન ઉપર રુપિયા ૧૦૦ કરોડથી વધુના ખર્ચથી ફલાયઓવર બ્રિજ બનાવવા અજય ઈન્ફ્રા.ને મ્યુનિ.તંત્ર તરફથી કામગીરી અપાઈ છે.હયાત બ્રિજ તોડવા રુપિયા ૮ કરોડ અને નવો બનાવવા ૪૪ કરોડનો ખર્ચ થશે.

હાટકેશ્વર જંકશન ઉપર બનાવવામાં આવેલો ફલાયઓવરબ્રિજ છેલ્લા આઠ મહિનાથી પણ વધુના સમયથી વાહન વ્યવહાર અને અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.એપ્રિલ-૨૦૨૩માં મ્યુનિસિપલ કમિશનરે હયાત બ્રિજના સુપર સ્ટ્રકચરને ત્રણ મહિનામાં તોડી પડાશે એવી જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાટકેશ્વરબ્રિજને લઈ અગાઉ ત્રણ વખત ટેન્ડર કરાયા હતા.ચોથી વખત ટેન્ડર કરવામાં આવતા કોન્ટ્રાકટર વિષ્ણુપ્રકાશ પુંગલીયા દ્વારા હયાત બ્રિજને તોડી નવો બનાવવા ટેન્ડર બીડ ભર્યુ છે.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ, સત્તાધારી પક્ષ દ્વારા અજય ઈન્ફ્રા કંપની પાસેથી કોઈ લેખિત બાંહેધરી હાટકેશ્વરબ્રિજને લઈ લેવામાં આવી નથી.આ કારણથી પલ્લવ જંકશન ઉપર સો કરોડથી વધુના ખર્ચથી બની રહેલા ફલાયઓવરબ્રિજના પેમેન્ટમાંથી હાટકેશ્વર બ્રિજ પાછળ થનારા બાવન કરોડના ખર્ચને વસૂલ કરવો જોઈએ.


Google NewsGoogle News