ગુજરાતની હવામાં પ્રદૂષણ! ફટાકડાના કારણે મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ભયંકર બગડી
Air Pollution In Gujarat: ગુજરાતમાં દિવાળીની ઉજવણી લોકોએ બે દિવસ સુધી ધામધૂમથી કરી. આજે (પહેલી નવેમ્બર) બપોર સુધી દિવાળીની ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળ્યો. લોકોએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આજે પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ લોકોએ મોટી માત્રામાં ફટાકડા ફોડ્યા. બે દિવસથી ઉજવાતી દિવાળીના કારણે ફટાકડા પણ જાણે બમણા ફૂટ્યા અને તેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું.
ફટાકડાએ બગાડી હવાની ગુણવત્તા
દિવાળીના અવસર પર અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂટ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 171 નોંધાયો. સૌથી વધુ પ્રદુષણ મણિનગરમાં 199 એક્યૂઆઈ નોંધાયો છે. રાયખડમાં 193 એક્યૂઆઈ નોંધાયો છે. આ ઉપરાંત ચાંદખેડા અને બોપલમાં 185 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરની ગિફ્ટ સીટીમાં 197 એક્યૂઆઈ નોંધાયો છે.
આ પણ વાંચો: અપહરણ કર્યું, ઓળખ છુપાવવા વાળ કાપ્યા, ચાર દિવસે રાજકોટથી મળી સુરેન્દ્રનગરની બાળકી
ગુજરાતમાં હવા ઝેરી બની
બીજી સુરત શહેરમાં એક્યૂઆઈ 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ 239 એક્યૂઆઈ થયો છે. રાજકોટ શહેરમાં 96 એક્યૂઆઈ નોંધાયો છે. વડોદરા શહેરમાં દિવાળીને દિવસે 124 એક્યૂઆઈ હતો જે પહેલી નવેમ્બરે 134 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 105 એક્યૂઆઈ નોંધાયો છે.
આ પણ વાંચો: ગોધરા કાંડ અંગેના પુસ્તક પર રાજસ્થાન સરકારનો પ્રતિબંધ, કહ્યું - જૂઠ્ઠાણું ફેલાવી સમાજમાં ભાગલા પાડે છે
વાયુ પ્રદૂષણ લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે
ઉલ્લેખનીય છે કે, શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.