Get The App

લારીમાં વેચાતી બળી દૂધની જ હોય છે તેવું ન માનતા, ઈંડામાંથી પણ બનેલી હોઈ શકે છે

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
લારીમાં વેચાતી બળી દૂધની જ હોય છે તેવું ન માનતા, ઈંડામાંથી પણ બનેલી હોઈ શકે છે 1 - image


Ahmedabad News: ગુજરાત સહિત દેશભરમાં ખાણી-પીણીની વસ્તુઓ નકલી હોવાનું સામે આવતું હોય છે. એવો જ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં લારી પર ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી બળી નામની મીઠાઈ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બળી વેચનાર ફેરિયાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. જે બળીને આપણે દૂધની મીઠાઈ સમજીને આરોગીએ છીએ તે હકીકતમાં ઈંડાથી બનાવવામાં આવે છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના કાળા બજારિયા, 6 ટિકિટ સાથે એકની ધરપકડ

ફેરિયાએ કર્યો ખુલાસો

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ફેરિયો બળી લઈને જતો હોય છે. એવા સમયે વીડિયો ઉતારી રહેલો વ્યક્તિ તેને આ વિશે સવાલ પૂછે છે કે, આ શું છે અને શેમાંથી બનાવી છે? ત્યારે ફેરિયો જવાબ આપે છે કે, આને લોકો બળી કહે છે અને ઈંડામાંથી બનાવવામાં આવે છે. જોકે, આ લારી પર આ બળી જોતા તે એકદમ અસલ દૂધની બળી જેવી જ દેખાય છે. જેના કારણે ઘણાં શાકાહારી લોકો આ ઈંડાની બળીને દૂધની બળી સમજીને આરોગી લે છે.

આ પણ વાંચોઃ લાલપુરના પડાણાનો યુવાન લાપત્તા બન્યા બાદ પોલીસની ત્વરિત શોધખોળમાં વડોદરામાંથી હેમખેમ મળી આવ્યો

આ વિશે ફેરિયાએ કહ્યું કે, કોઈ મને પૂછતું નથી કે, આ બળી શેમાંથી બનાવેલી છે એટલે હું નથી જણાવતો. જે મને પૂછે છે તો હું તેમને સાચું જ કહી દઉ છું કે, આ ઈંડામાંથી બનાવેલી બળી છે. ત્યારે વીડિયો બનાવતા વ્યક્તિએ પૂછ્યું કે, શાકાહારી વ્યક્તિ હોય તો તેને સામેથી કેમ નથી કહેતો કે આ બળી દૂધ નહીં પરંતુ ઈંડામાંથી બનેલી છે? ત્યારે ફેરિયાએ એ જ રટણ કર્યું કે, કોઈ મને પૂછતું નથી એટલે નથી કહેતો. 


Google NewsGoogle News