ફક્ત એક કલાકમાં જ પહોંચાશે અમદાવાદથી ગાંધીનગર, મેટ્રો ફેઝ-2 માં સામેલ કરાયા આ વિસ્તાર

અમદાવાદથી ગાંધીનગર એક કલાકમાં જ પહોંચી જવાશે એ પણ નજીવા ભાડે, ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ફક્ત એક કલાકમાં જ પહોંચાશે અમદાવાદથી ગાંધીનગર, મેટ્રો ફેઝ-2 માં સામેલ કરાયા આ વિસ્તાર 1 - image


Ahmedabad to Gandhinagar Metro Phase 2 : અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાત અને ભારત સરકારના પ્રયત્નોથી ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન (GMRC) દ્વારા 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરશે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્ત્વના સ્થળો જેમ કે, જીએનએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. 

મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી

મેટ્રોના બીજા તબક્કામાં મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી મળશે. બીજા તબક્કાનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરુઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનાર સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રોના બીજા તબક્કાથી અમદાવાદ અને ગાંધીનગરના કર્મચારી તેમજ પ્રવાસીઓને રાહત થશે.

આ પણ વાંચોઃ રેલવે મુસાફરો યાદ રાખજો: અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, ડાયવર્ટ કરાશે ટ્રેનો

ફક્ત એક કલાકમાં જ પહોંચાશે અમદાવાદથી ગાંધીનગર, મેટ્રો ફેઝ-2 માં સામેલ કરાયા આ વિસ્તાર 2 - image

કેટલો થશે ખર્ચ?

અમદાવાદથી ગાંધીનગરને જોડતાં મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 5,384 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડિંગ લેવામાં આવ્યું છે.



Google NewsGoogle News