Get The App

અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતઃ બે લોકોના મોત, 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતઃ બે લોકોના મોત, 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત 1 - image


Ahmedabad Accident: દેશભરમાં બુધવારે (26 ફેબ્રુઆરી) લોકો મહા શિવરાત્રિનો પર્વ ઉજવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં વિવિધ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવી છે. હેબતપુર, બાવળા અને બોપલ વિસ્તારમાં ગંભીર અકસ્માતના કારણે બે લોકો મોતને ભેટ્યાં છે તેમજ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

અમદાવાદના હેબતપુર ઓવરબ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હેબતપુર ઓવરબ્રિજ ચઢતાં એક ચાલું ટ્રક પાછળ અર્ટિકા ઘૂસી જતાં અસક્માત સર્જાયો હતો. ગાડી ટ્રકની નીચે આવી જતાં તેનો ભૂક્કો બોલાઈ ગયો હતો. આ સિવાય ગાડીમાં સવાર ત્રણમાંથી એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. હાલ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલ વીડિયોકાંડમાં વધુ એક આરોપી ઝડપાયોઃ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

બાવળા ટ્રક માલિકનું મોત

બાવળાથી બગોદરા તરફ જતાં ટ્રક ચાલક તેના માલિક સાથે વચ્ચે જમવા માટે રૂપાલ ચોકડીની મધુવન હોટેલ ખાતે ટ્રક ઊભી રાખી હતી. આ દરમિયાન ટ્રક માલિક રસ્તો ઓળંગીને સામેની બાજુ જઈ રહ્યો હતો ત્યારે બગોદરાથી આવતાં મોપેડ ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રક માલિકનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત થઈ ગયું. આ સિવાય મોપેડમાં સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માતની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે, મૃતક ધંધુકાનો રહેવાસી હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢના મૃગીકુંડમાં આજે ભગવાન શિવ કરશે સ્નાન, નાગાસાધુઓ-અખાડાઓ સાથે નીકળશે રવેડી યાત્રા

બોપલમાં હિટ એન્ડ રન

શહેરના બોપલ વિસ્તારમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બોપલમાં આવેલાં સ્વસ્તિક વિવંતા રોડ ઉપર બેફામ કાર ચાલકે અમરત રબારી નામના યુવકને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જોકે, કાર ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો છે અને ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


Google NewsGoogle News