ગણેશ વિસર્જનના દિવસે અમદાવાદના આ તમામ માર્ગો બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

ગણેશ વિસર્જનના દિવસે અમદાવાદના આ તમામ માર્ગો બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા 1 - image
Image: IANS

Ahmedabad Ganesh Visarjan : દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. 9 દિવસ બાપ્પાની પૂજા-અર્ચના કર્યા બાદ દસમા દિવસે ગજાનંદને વિદાય આપવાની હોય છે. અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે.

અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગાંધીનગરનું વાસણા સોગઠી ગામ હિબકે ચઢ્યું, એક સાથે 8 ચિતા સળગી, સર્જાયા કરુણ દૃશ્યો

વિસ્તારબંધ રસ્તોવૈકલ્પિક રસ્તો
જમાલપુર-પાલડી

એસ.ટી. (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ ઉપર થઈ સરદાર બ્રિજ થઈ પાલડી તરફ અવર-જવર કરી શકાશે નહીં. 

જમાલપુર અને પાલડીના બ્રિજનો ઉપયોગ કરીને જતા લોકો એસ.ટી (ગીતામંદિર) થી જમાલપુર બ્રિજ નીચે (ચાર રસ્તા) થી જાબી બાજુ બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈ જમણી બાજુ વળીને આંબેડ્કર બ્રિજનો ઉપયોગ કરી શકશે. આંબડેકર બ્રિજ થઈને અંજલિ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ ઉપર અવર-જવર કરી શકાશે. 
રાયપુર- કાલુપુર
એસ.ટી (ગીતામંદિર) થી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશનથી ઈનગેટ તરફ અવર-જવર કરી શકાશે નહીં.
એસ.ટી થી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકી થઈને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી પસાર થઈ ઝઘડિયા ઓવરબ્રિજનો ઉપયોગ કરી અનુપમ સિનેમા થઈને ગોમતીપુર રેલવે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તાથી સરસપુર આંબેડકર હોલથી કાલુપુર બ્રિજ થઈ રેલવે સ્ટેશન ઇનગેટ તથા નરોડા બાજુ અવર-જવર કરી શકાશે.  
સારંગપુર
કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવરબ્રિજ થઈને સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. 
કામદાર મેદાન ચાર રસ્તાથી સાચારતોરા કબ્રસ્તાન થઈને આર.સી ટેક્નિકલ હાઇસ્કુલ થઈ ઈટવાડા સર્કલ કાલુપુર તરફ તથા કામદાર મેદાન ચાર રસ્તાથી રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુવાળી સુખરામ નગર પાણીની ટાંકી થઈ અનુપમ સિનેમા થઈ દેડકી ગાર્ડન ચાર રસ્તાથી અવર-જવર કરી શકાશે. 
દિલ્હી દરવાજા
દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી પોલીસ કમિશનરની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઇનથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર બંધ રહેશે.
દિલ્હી દરવાજાથી દરિયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ગિરધરનગર સર્કલથી મહારાજ પ્રજ્ઞનસ્વામી બ્રિજ નીચેથી અંડરબ્રિજ સર્કલથી અવર-જવર કરી શકાશે.
દધિચિ બ્રિજ
દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચિ બ્રિજ સુધીનો માર્ગ અવર-જવર માટે બંધ રહેશે.

દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ત્રણ રસ્તાથી ગાંધીબ્રિજ થઈને ઇન્કમટેક્સથી અવર-જવર કરી શકશે.

રિવરફ્રન્ટ પશ્ચિમ
વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચેનો રિવફ્રન્ટનો રસ્તો અવર-જવર માટે બંધ રહેશે.
વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઇન્કમ ટેક્સ ઓવર બ્રિજ મધ્ય ભાગ થઈને બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઇટ ચાર રસ્તા અને નહેરૂ બ્રિજ ચાર રસ્તાથી ટાઉન હોલ ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવર બ્રિજ મધ્ય ભાગથી અવર-જવર કરી શકાશે.
રિવરફ્રન્ટ પૂર્વ
પિકનિક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ થતો પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

ડફનાળા ચાર રસ્તા થઈને શાહીબાગ અંડર બ્રિજથી નમસ્તે સર્કલ છઈ દિલ્હી દરવાજાથી મિરઝાપુર રોડથી વીજળીઘર તેમજ લાલ દરવાજા રોડથી અવર-જવર કરી શકાશે.

અમદાવાદ પોલીસે આપી જાણકારી

અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે.

આ વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.


Google NewsGoogle News