Get The App

ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે જાહેર કર્યા નિયમો, રસ્તા પર દોડીને પતંગ નહીં પકડી શકાય

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે જાહેર કર્યા નિયમો, રસ્તા પર દોડીને પતંગ નહીં પકડી શકાય 1 - image
Image: AI

Ahmedabad News: ગુજરાતીઓનો મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉત્તરાયણના દિવસે જાનહાનિ તેમજ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જે આ વર્ષે ન બને અથવા નહિવત્ બને તે માટે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે, તેમજ રોડ ઉપર પતંગ પકડવા માટે દોડાદોડી નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં ગાજં હંસ પતંગના દોરાથી ઘવાયું : વન વિભાગની ટીમે સારવાર આપી

કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે જાહેર કર્યા નિયમો, રસ્તા પર દોડીને પતંગ નહીં પકડી શકાય 2 - image

આ પણ વાંચોઃ ચાઈનીઝ જ નહીં કાચવાળા પાઉડરથી રંગેલી દોરી પણ પ્રતિબંધિત છે : ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહીના નિર્દેશ

નોંધનીય છે કે, જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.


Google NewsGoogle News