Get The App

અમદાવાદ મ્યુનિ.વધુ પાંચ પ્લોટની હરાજી કરશે, થલતેજના રહેણાંક પ્લોટનો પ્રતિ ચોરસ મીટર ૨.૭૫ લાખ ભાવ

શહેરના વસ્ત્રાલ,વટવા ઉપરાંત બોડકદેવ અને થલતેજ વોર્ડના પ્લોટનું ૨૭ અને ૨૮ ફેબુ્આરીએ ઈ-ઓકશન

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિ.વધુ પાંચ પ્લોટની હરાજી કરશે, થલતેજના રહેણાંક પ્લોટનો પ્રતિ ચોરસ મીટર ૨.૭૫ લાખ ભાવ 1 - image


અમદાવાદ,બુધવાર,7 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાંચ પ્લોટની હરાજી કરવામાં આવશે.થલતેજ વોર્ડના રહેણાંક  હેતુ માટેના પ્લોટનો ભાવ પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૭૫ લાખ તેમજ બોડકદેવ વોર્ડના ૪૬૫૮ ચોરસ મીટરના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર  રુપિયા ૨.૭૦ લાખ ભાવ રાખવામા આવ્યો છે.શહેરના વસ્ત્રાલ વોર્ડમાં આવેલા કોમર્શિયલ હેતુ માટેના એક પ્લોટ ઉપરાંત વટવાના રહેણાંક હેતુ માટેના એક પ્લોટ, બોડકદેવ વોર્ડના કોમર્શિયલ હેતુ માટેના બે પ્લોટ તથા થલતેજ વોર્ડના એક રહેણાંક હેતુ માટેના પ્લોટ એમ કુલ મળીને પાંચ પ્લોટનુ ૨૭ અને ૨૮ ફેબુ્આરીએ ઈ-ઓકશન કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉ શહેરના વિવિધ ઝોનમાં આવેલા રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના કુલ આઠ પ્લોટનું ઈ-ઓકશન હાથ ધર્યુ હતુ.આઠ પ્લોટ પૈકી કુલ પાંચ પ્લોટની હરાજી થતા કુલ રુપિયા ૨૯૮ કરોડથી વધુની આવક મ્યુનિ.તંત્રને થઈ હતી.આ હરાજી સમયે બોડકદેવના કોમર્શિયલ પ્લોટની સૌથી વધુ રુપિયા ૧૪૮ કરોડ આવક થઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાંચ પ્લોટના ઈ-ઓકશન માટે રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામા આવી છે.તમામ પાંચ પ્લોટનુ ૨૭ તથા ૨૮ ફેબુ્આરીએ ઈ-ઓકશન કરાશે.

કયા વોર્ડના પ્લોટ માટે કેટલો ભાવ રખાયો

વોર્ડ            ક્ષેત્રફળ(સ્કે.મીટર)      ભાવ(પ્રતિ સ્કે.મીટર)

વસ્ત્રાલ         ૫૯૦૦                 ૮૬,૦૦૦

વટવા          ૬૫૫૮                ૪૦,૦૦૦

બોડકદેવ       ૪૬૫૮                 ૨,૭૦,૦૦૦

બોડકદેવ       ૧૩,૨૨૨               ૨,૫૨,૦૦૦

થલતેજ         ૪૦૬૨                ૨,૭૫,૦૦૦

અગાઉ કયા પ્લોટની હરાજીથી કેટલી રકમ મળી

વોર્ડ            ક્ષેત્રફળ(સ્કે.મીટર)      મળેલી રકમ(કરોડમાં)

બોડકદેવ       ૪૬૨૬         ૧૪૮

મકરબા         ૩૭૯૯         ૩૧.૧૫

વટવા          ૨૬૨૩         ૯.૯૬

મકરબા         ૬૬૫૭         ૧૦૦.૫૨

સૈજપુર         ૬૭૭           ૯.૧૩


Google NewsGoogle News