Get The App

અમદાવાદ મ્યુનિ.તંત્રની પશુપાલકોને ચેતવણી , જાહેર રોડ ઉપર રખડતા પશુ મળશે તો લાયસન્સ રદ કરાશે

ધાર્મિક સ્થળની આસપાસ ઘાસચારાનું વેચાણ નહીં કરવા પણ તાકીદ કરાઈ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News

     અમદાવાદ મ્યુનિ.તંત્રની પશુપાલકોને ચેતવણી , જાહેર રોડ ઉપર રખડતા પશુ મળશે તો લાયસન્સ રદ કરાશે 1 - image

  અમદાવાદ,બુધવાર,30 ઓકટોબર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના પશુ પાલકોને તેમના પશુ રોડ ઉપર રખડતા ના મુકવા ચેતવણી અપાઈ છે. જાહેર રોડ ઉપર રખડતા પશુ મળશે તો જે તે પશુ પાલકના લાયસન્સ-પરમીટ રદ કરવામાં આવશે.દિવાળીના તહેવારોના સંદર્ભમાં ધાર્મિક સ્થળની આસપાસ ઘાસચારાનું વેચાણ નહીં કરવા અંગે પણ તાકીદ કરવામાં આવી છે.

દિવાળી પર્વને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરત્રાસ અંકુશ વિભાગ તરફથી શહેરના તમામ પશુ પાલકો-માલિકોને તેમના પશુઓને જાહેર રસ્તા ઉપર છૂટા ના મુકવા અંગે તાકીદ કરવામાં આવી છે. શહેરના ટ્રાફિકને અડચણરુપ થાય તે રીતે જાહેરમાં રોડ ઉપર પશુ રખડતા મુકનારા પશુ પાલકો,માલિકો સામે કાર્યવાહી કરાશે.દિવાળી પર્વ દરમિયાન શહેરના વિવિધ રસ્તા ઉપર પશુઓની અવરજવરના કારણે અકસ્માત ના થાય એ માટે તંત્ર તરફથી રજિસ્ટર્ડ થયેલા તમામ પશુપાલકો-માલિકોને મેસેજ મોકલીને પણ જાણ કરવામાં આવી છે.પશુઓના કારણે ગંદકી,ન્યુસન્સ ના થાય તે જોવા માટે પણ તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે.


Google NewsGoogle News