અમદાવાદ મ્યુનિ .ના તળાવ વિકાસ પાછળ ૧૫ વર્ષમાં ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ છતાં બદતર હાલત
દક્ષિણ અને મધ્યઝોનમાં પંદર વર્ષના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક પણ તળાવનો વિકાસ કરવામાં ના આવ્યો
અમદાવાદ,મંગળવાર,27
ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારમાં
આવેલા તળાવના વિકાસ પાછળ પંદર વર્ષમાં
રુપિયા સો કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.આમ છતાં મોટાભાગના તળાવમાં
ગંદકી અને બદતર હાલત જોવા મળી રહી છે.દક્ષિણ અને મધ્ય ઝોનમાં એક પણ તળાવનો વિકાસ
પંદર વર્ષના સમયમાં કરવામાં આવ્યો નથી.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકના તળાવ ડેવલપ કરવા કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવવામાં આવતી હોય છે.કોઈ પણ
તળાવને કોન્ટ્રાકટ આપી ડેવલપ કરવા કોન્ટ્રાકટરને આપવામાં આવ્યા બાદ લાયાબીલીટી
પિરીયડ માત્ર એક વર્ષનો જ રાખવામાં આવતો હોય છે.આમ એક વર્ષ બાદ તળાવને લઈ કોઈ
સમસ્યા જોવા મળે તો સંમસ્યા સંદર્ભમાં કામગીરી કરાવવા વધુ ખર્ચ મ્યુનિ.તંત્રને
કરવો પડે છે.શહેરના સાત ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં એક પણ તળાવનો વિકાસ પંદર વર્ષમાં
કરવામાં આવ્યો નહીં હોવાની વિગત દરિયાપુરના કોર્પોરેટરને આપવામાં આવી છે.તળાવ
વિકાસની કામગીરીમાં વોક-વે,
ગાર્ડન,રમતગમતના
સાધન ઉપરાંત યુટીલીટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે.આમ છતાં નરોડા
વોર્ડમાં આવેલા કારીઆ લેકમાં કામગીરી કરવામાં આવી નથી.
કયા તળાવ પાછળ કેટલો ખર્ચ કરાયો?
તળાવ ખર્ચ(કરોડમાં)
છારોડી ૫.૨૬
રતનપુરા
(વસ્ત્રાલ) ૮.૧૮
દશામાતા
(વસ્ત્રાલ) ૧૨.૦૦
ઓઢવ ૫.૦૪
લાંભા ૪.૨૧
વટવા ૧૦.૦૦
ગોતા ૫.૦૯
(કામ
ચાલુ)
સોલા ૪.૯૪
(કામ
ચાલુ)
થલતેજ ૪.૭૯
(કામ
ચાલુ)
શીલજ ૫.૨૫
(કામ
ચાલુ)
વિવેકાનંદ
(ટેન્ડરીંગ) ૧.૧૧
શકરી,સરખેજ
(કામ
ચાલુ) ૧૯.૨૩
ઓકાફ
(કામ
ચાલુ) ૧૩.૨૩
લાલબહાદુર શાસ્ત્રી તળાવમાં નમો વન બનાવાયુ
ઉત્તરઝોનના બાપુનગર વોર્ડમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી
તળાવમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચથી નમો વન ડેવલપ કરવા માટે કોન્ટ્રાકટર આસોપાલવ
ગાર્ડન કન્સલ્ટન્ટને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.