Get The App

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે જીત્યો ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે જીત્યો ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ 1 - image


Ahmedabad International Flower Show : અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. 10.24 મીટર હાઇટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યું છે. અગાઉ આ પહેલાં આ રૅકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયું છે. ગત વર્ષે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લઈ સિદ્ધિ મળી છે.

યુ.એઈ.ની અલ-એઇન મ્યુનિસિપાલિટીને અગાઉ આ ઍવોર્ડ 7.7 મીટરના ફ્લાવર સ્ટ્રકચર માટે 18 ફેબ્રુઆરી-24ના રોજ આપવામાં આવ્યો હતો. ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા ઍવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશ્નર એમ. થેન્નારસન સહિતના મ્યુનિ. પદાધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.


Google NewsGoogle News