Get The App

હનીટ્રેપ કરનાર આરોપીઓએ બિલ્ડર યુવક પાસેથી રૂ.૭.૨૫ કરોડ વસુલ્યા

અમદાવાદના જાણીતા બિલ્ડર સાથે હની ટ્રેપનોે મામલો

હની ટ્રેપનો મુખ્ય આરોપી હની ટ્રેપના નાણાં ઓનલાઇન ગેમીંગમાં છ કરોડ હારી ગયો ગોવાના કેશીનોમાં ૧૮ લાખ જેટલી રકમ હારી હોવાનો દાવો

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
હનીટ્રેપ કરનાર આરોપીઓએ બિલ્ડર યુવક પાસેથી રૂ.૭.૨૫ કરોડ વસુલ્યા 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના એક મોટા બિલ્ડરની  તેની યુવતી મિત્ર સાથેની ક્લીપ અને ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપવાના કિસ્સામાં ક્રાઇમબ્રાંચે અટકાયત કરેલા બે શંકાસ્પદ આરોપીઓની પુછપરછ કરી હતી.  જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે ભોગ બનનાર યુવકના ખાસ મિત્ર સાથે મળીને નાણાં વસુલ્યા હતા. જેમાં છ કરોડ રૂપિયા ઓનલાઇન તીન પત્તીના જુગારમાં હારી ગયો હોવાનો  ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઉપરાંત, ભોગ બનનાર યુવકનો વિડીયો આપનાર યુવકને ૬૦ લાખની રકમ આપી હોવાની ચર્ચા છે. જો કે આ કેસને લઇને થઇ રહેલી કામગીરી ્અનુસંધાનમાં સમગ્ર શહેરના પોલીસ અધિકારીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. અમદાવાદના એક જાણીતા યુવા બિલ્ડરે થોડા દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અનુસંધાનમાં પરિવારજનો તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાંક લોકો  બિલ્ડરને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવે છે અને અત્યાર સુધી તે સવા સાત કરોડ જેટલી રકમ આપી ચુક્યો છે. જેથી સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગીરીશ પહેલાણી (રહે.વૈકુઠ વિહાર સોસાયટી, ગેલેક્સી ચાર રસ્તા, નરોડા) અને  અંકિત પટેલ નામનો આરોપી ઝડપાઇ ગયા હતા.પોલીસે બંને આરોપીઓની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી અકિત ભોગ બનનાર બિલ્ડરનો ખાસ મિત્ર હતો અને તે ગીરીશ સાથે પણ તેની મિત્રતા હતા. જાન્યુઆરી ૨૦૨૧માં ગીરીશે અંકિત સાથે મળીને બિલ્ડરને  હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરૂ ઘડીને એક યુવતીને મોકલી હતી. જેની વિડીયો ક્લીપ અને ફોટોગ્રાફ્સને આધારે ગીરીશે  બિલ્ડરને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.  જેમાં દોઢ કરોડ રૂપિયા લીધા હતા. જેમાં અગાઉથી નક્કી થયા મુજબ અંકિતને ૬૦ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે યુવતીને ૫૦ લાખ આપીને વિદેશ મોકલી દીધી હતી.  આ ઉપરાંત, તે ગોવાના કેશીનોમાં ૧૮ લાખની રકમ હારી ગયો હતો. ૧૧ લાખ લોન ચુકતે કરવા,૨૦ લાખના સોનાના દાગીના લીધા હતા. 

દોઢ કરોડ જેટલી માતબર રકમ લીધા  બાદ પણ ગીરીશે બિલ્ડરને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે  ૫.૭૫ કરોડ જેટલી રકમ વસુલી હતી.  આ પૈકીના છ કરોડ રૂપિયા તીન પત્તીની ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો. ઓનલાઇન જુગાર રમવા માટેની આઇડી તેણે કુબેરનગરમાં રહેતા મનીષ અરોરા પાસેથી લીધી હતા. પોલીસે તપાસ કરતા ગીરીશે તેની તીન પત્તીની આઇડીમાંથી છ કરોડની ગુમાવ્યાના હિસાબો મળી આવ્યા હતા. આમ, રૂપિયા ૭.૨૫ કરોડની ખંડણી મામલે ક્રાઇમબ્રાંચે આરોપીઓ તો ઝડપી લીધા પરંતુપડાવવામાં આવેલા નાણાં પૈકી કોઇ રીકવરી થઇ શકી નથી.  આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે હની ટ્રેપના આરોપી ગીરીશ વિરૂદ્ધ સટ્ટાનો કેસ નોંધીને કાર્યવાહી કરી છે.  


Google NewsGoogle News