Get The App

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 ગેરકાયદે ઘૂસણખોરો પકડાયા, 16 બાંગ્લાદેશ ડિપોર્ટ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 ગેરકાયદે ઘૂસણખોરો પકડાયા, 16 બાંગ્લાદેશ ડિપોર્ટ 1 - image


Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી અનુસાર તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક સગીર સામેલ છે.   

આ પણ વાંચોઃ સુરતમાં સિવિલની જૂની બિલ્ડીંગમાંથી કોરોના બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવેલા વોર્ડના દર્દીઓ માટે આ શિફ્ટિંગ બન્યું માથાનો દુખાવો

દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં ભાજપના 3 બળવાખોર હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ, પાર્ટી વિરૂદ્ધ કરતા હતા પ્રચાર

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.



Google NewsGoogle News