Get The App

અમદાવાદ ઍરપૉર્ટે જાહેર કરી એડવાઇઝરી, બહાર જવાનો પ્લાન હોય તો જરૂર વાંચી લેજો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
અમદાવાદ ઍરપૉર્ટે જાહેર કરી એડવાઇઝરી, બહાર જવાનો પ્લાન હોય તો જરૂર વાંચી લેજો 1 - image


Ahmedabad Airport issued an advisory : 15 ઑગસ્ટથી રક્ષાબંધન સુધી લાંબી રજાઓ આવી રહી છે. જો રજાઓમાં અથવા કોઈ કારણોસર ફ્લાઇટ દ્વારા બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે 15 ઑગસ્ટ હોવાથી સિક્યોરિટી વધારવામાં આવી છે અને બીજી તરફ લાંબી રજાઓ હોવાથી મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ અઠવાડિયે 15 ઑગસ્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી વધારાઈ છે, જેથી દરેક મુસાફરે શક્ય એટલું વહેલું એરપોર્ટ પર પહોંચી જવું હિતાવહ છે.  

આ પણ વાંચો :  ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ 12 હજાર કરોડના ખર્ચે દૂધ પીવડાવ્યું છતાંય કુપોષણમાં ગુજરાત મોખરે

આ સપ્તાહે તહેવારોના લીધે લાંબી રજાઓ આવતી હોવાથી મુસાફરોનો ધસારો વધવાની સંભાવના છે. આ કારણસર સિક્યોરિટી પ્રોટોકોલ અને ચેક-ઈન સહિતની પ્રક્રિયામાં વધુ સમય જશે. આમ, ફ્લાઇટ ઑપરેશનમાં કોઇ મોડું ન થાય અને સિક્યોરિટી ચેકિંગ માટે ઑફિસર્સને અને મુસાફરોને પૂરતો સમય મળી રહે તે માટે આ એડવાઇઝરી જાહેર કરાઈ છે. મુસાફરો કોઈ મુશ્કેલીમાં ના મૂકાય તે માટે ઍરપૉર્ટ ઓથોરિટીએ તમામને વહેલા પહોંચવાની અપીલ કરી છે.  


Google NewsGoogle News