અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ તાત્કાલિક અસરથી સીલ

પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ તાત્કાલિક અસરથી સીલ 1 - image


અમદાવાદના પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા મ્યુનિ.તંત્ર તરફથી વારંવાર અપાયેલી સુચના છતાં અમલ કરવામાં ના આવતા ગુરુવારે એક સાથે 41 બાંધકામ સાઈટ સીલ કરવામા આવી હતી. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી. દક્ષિણ ઝોનમાં 6 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.

કુલ 41 બાંધકામ સાઈટ સીલ કરાઈ

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ચાલતી બાંધકામ સાઈટ ઉપર બાંધકામ દરમિયાન ઉડતી ધુળ,રજકણો વગેરેથી પર્યાવરણને નુકસાન પહોંચતુ હોવાથી તમામ બાંધકામ સાઈટના સ્થળે ફરજિયાત ગ્રીનનેટ લગાવવાનો અમલ કરાવવા સુચના આપી હતી.બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ ઉપરાંત બેરીકેટીંગ, સેફટી નેટ વગેરે લગાવેલ નહી હોવાથી પૂર્વ અને દક્ષિણઝોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તરઝોન દરેક ઝોનની ત્રણ-ત્રણ સાઈટ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનની એક સાઈટ મળી કુલ 41 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.

પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25, દક્ષિણ ઝોનમાં 6 સાઈટ સીલ 

પૂર્વઝોન

નિકોલ

  • ગણેશ રિવેરા
  • ધ એજ
  • ગ્રીન વિલે
  • દેવસ્ય પ્લેટીનમ
  • ગણેશ એમ્પાયર
  • એટલાન્ટીસ
  • મેરીયોટ ટાઉન
  • ધ સ્કાય પાર્ક
  • ગોલ્ડન પ્લાઝા
  • પેલીકન પેરેડાઇઝ
  • સાકેત ટાવર

વિંઝોલ

  • પ્રયોશા રેસી., 
  • લાલગેબી સર્કલ પાસે 

વસ્ત્રાલ

  • સત્તવત અન્તરિક્ષ
  • તપોવન ધ સ્પેસ
  • ગણેશ ગ્રીન
  • એટલાન્સીસ એલન્ઝા
  • સત્તવત બ્રહ્માંડ

રામોલ-હાથીજણ

  • શાલીન હાઇટ્સ-૬ 
  • યુનાઇટેડ જેડ
  • અનમોલ બ્લીસ
  • પેલીકન હાઇટ્સ
  • શિવમ વાટિકા
  • ડિવાઇન એલીગન્સ

ઓઢવ

  • કિંગસ્ટોન

વિરાટનગર 

  • આરોડા એલીગન્સ 

દક્ષિણઝોન

  • ટી.પી. નં. 81 (લાંભા- લક્ષ્મીપુરા), ફા. પ્લોટ નં. 59
  • ટી.પી.નં. 82 (લાંભા- લક્ષ્મીપુરા) શિવાંશ આશ્રય
  • ટી. પી.નં. 128 (વટવા- અસલાલી), શિવકૃપા-2,વટવા
  • ટી.પી. નં. 86 (વટવા-3) વ્રજ રેસીડેન્સી વટવા
  • ટી.પી. સ્કીમ નં. 86 (વટવા-3) ફા. પ્લોટ નં. 68

ઉત્તર ઝોન

  • ટી.પી.નં. 243, ફા. પ્લોટ જયસ્વાલ હાઉસ, નાના ચિલોડા
  • ટી.પી. નં. 109, ફા. પ્લોટ શ્રીજી એલીગન્સ, એસ.પી. રીંગરોડ
  • ટી.પી. નં. 71 ફા પ્લોટ ઈઉજી હાઉસીંગ મુઠીયા

પશ્ચિમઝોન

  • ટી.પી.નં.3 ફા. પ્લોટ નં. 215,અવધ બંગ્લોઝ, સી.જી રોડ
  • ટી.પી. નં.3 (એલિસબ્રિજ) સ્વરા સ્કાવીલે, ઇશ્વરભુવન
  • ટી.પી. નં. 19 (મેમનગર) આકાસીયા એપાર્ટમેન્ટ

Google NewsGoogle News