પ્લાસ્ટીકના રોડના રોડના અખતરા બાદ અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ પધ્ધતિથી પહેલો ગુરુકુળ રોડ બનશે
બોલપેન નાંખવા માત્રથી રોડ ઉપરનો ડામર ઉખડી જાય છે, નવી ટેકનોલોજી સારી હોય તો પહેલા અમલ કરી શકાયો હોત,વિપક્ષ
અમદાવાદ,શનિવાર,29
ઓકટોબર,2022
વિધાનસભાની ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવાના ભાગરુપે
પ્લાસ્ટીકના રોડ બનાવવાના અખતરા બાદ વ્હાઈટ ટોપિંગ પધ્ધતિથી મ્યુનિ.તંત્રે રોડ
બનાવવાની શરુઆત કરી છે.આ પધ્ધતિથી બનનારો શહેરનો પહેલો રોડ ગુરુકુળ રોડ
બનશે.વિપક્ષ કોંગ્રેસ દ્વારા બોલપેન નાંખવા માત્રથી રોડ ઉપરનો ડામર ઉખડી જવાના
બનાવ બન્યા છે.આ પરિસ્થિતિમા જો વ્હાઈટ ટોપંગ પધ્ધતિ સારી હોય તો આ પધ્ધતિનો પહેલા
અમલ કયા કારણથી કરવામા ના આવ્યો?
એમ કહી નબળી ગુણવત્તાવાળા રોડ બનાવનારા કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવાની
માંગણી કરવામા આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષ અગાઉ
શહેરમા પ્લાસ્ટીક મટીરીયલમાંથી રોડ બનાવવાનુ ગતકડુ કરવામા આવ્યુ હતુ.એકાદ
વિસ્તારમા આ પધ્ધતિથી રોડ બનાવવામા પણ આવ્યો હતો.બાદમા અચાનક જ આ પધ્ધતિ ખર્ચાળ
સાબિત થશે એવુ કારણ આગળ ધરીને પ્લાસ્ટીક મટીરીયલમાંથી રોડ બનાવવાની યોજના અભેરાઈ
ઉપર ચઢાવી દેવામા આવી હતી.જો કે જે તે સમયે બનાવવામા આવેલ પ્લાસ્ટીક મટીરીયલના રોડ
પણ તુટી જવા પામ્યા હતા.વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહયુ, શહેરમા ૧૭ કરોડના
ખર્ચથી વ્હાઈટ ટોપિંગ પધ્ધતિથી રોડ બનાવવાના પાઈલોટ પ્રોજેકટ તરીકે
મેસર્સ.બી.આર.ગોયલ ઈન્ફ્રાસ્ટ્રકચરને વર્કઓર્ડર આપવામા આવ્યો છે.
ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના જંકશનનો ૨.૭ કિલોમીટરનો રોડ, ગુરુકુળ રોડ અને
તેને જોડતા રોડ એમ કુલ મળીને ૨.૧૫ કિલોમીટરનો રોડ તથા આલોક બંગલોઝથી સિધ્ધિ
બંગ્લોઝ સુધીના ૦.૫૫ કિલોમીટર મળી કુલ ૫.૪૦ કિલોમીટરનો રોડ આ પધ્ધતિથી
બનાવાશે.શહેરના તમામ રોડ ૩૦ ઓકટોબર સુધીના સમયમા રીસરફેસ કરી દેવામા આવશે એવી
જાહેરાત સત્તાધીશો તરફથી કરવામા આવી હતી.આમ છતાં શહેરના અનેક વિસ્તારના રોડ હજુ
રીસરફેસ કરવામા આવ્યા નથી.આ પરિસ્થિતિમા શહેરીજનોએ ભરેલા ટેક્ષના નાણાંમાંથી
મળતીયા કોન્ટ્રાકટરોને લહાણી કરાવવા આ પ્રકારના અખતરા કરાય છે.આ પધ્ધતિથી બનાવવામા
આવનારા રોડ કેટલો સમય ટકી શકશે એનો પણ સત્તાધીશો પાસે કોઈ જવાબ નથી.