રોડ ઓપનીંગની મંજૂરી લીધા બાદ એજન્સીઓ પાસેથી ઝોન દીઠ કરોડોની વસૂલાત કરવાની બાકી

મ્યુનિ.ના ઈજનેર અને એસ્ટેટ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ બહાર આવ્યો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News

   રોડ ઓપનીંગની મંજૂરી લીધા બાદ એજન્સીઓ પાસેથી ઝોન દીઠ કરોડોની વસૂલાત કરવાની બાકી 1 - image  

  અમદાવાદ,મંગળવાર,10 સપ્ટેમ્બર,2024

અમદાવાદના વિવિધ વિસ્તારમાં કેબલ,ગેસ લાઈન સહિતનીઅંડરગ્રાઉન્ડ યુટીલીટી માટે રોડ ઓપનીંગની મંજુરી મ્યુનિ.તંત્ર તરફથી આપવામાં આવે છે.વિવિધ એજન્સીઓ પાસેથી રેન્ટ પોલીસી અંતર્ગત કરોડો રુપિયાની વસૂલાત કરવાની બાકી છે. ટી.પી.કમિટીની બેઠકમાં એસ્ટેટના અધિકારીઓને ઝોન અને વોર્ડ વાઈસ કેટલા કિલોમીટરમાં કઈ એજન્સી પાસેથી કેટલી રકમની વસૂલાત બાકી છે એ અંગે વિગત માંગવામાં આવી છે.

શહેરના ૪૮ વોર્ડમાં વિવિધ એજન્સી-કંપનીઓને રોડ ઓપનીંગ માટેની મંજૂરી ઈજનેર વિભાગ તરફથી આપવામા આવે છે.જયારે એસ્ટેટ વિભાગ દ્વારા રેન્ટ પોલીસી અંતર્ગત કિલોમીટર દીઠ ભાડુ વસુલવામાં આવતુ હોય છે. ટી.પી.કમિટીની બેઠક બાદ ચેરમેને કહયુ, એસ્ટેટ વિભાગના અધિકારીઓને  કયા ઝોનમાં કઈ એજન્સી પાસેથી કેટલી રકમની વસૂલાત કરવાની બાકી છે એનો રીપોર્ટ આપવા કહયુ છે.જો ઈજનેર વિભાગના અધિકારીઓ વિગત આપતા ના હોય તો એસ્ટેટના અધિકારીઓ જાતે ઝોન કે વોર્ડ વાઈસ કઈ વિગત તૈયાર કરીને આપે.ખબર તો પડે કે કઈ એજન્સીને રોડ ઓપનીંગ માટે કયારે મંજૂરી આપવામાં આવી હતી અને એસ્ટેટ રેન્ટ પેટે કેટલી રકમની વસૂલાત કરવાની બાકી છે.


Google NewsGoogle News