Get The App

૩૦ લાખ રોપાં રોપવા ૩૦ કરોડના ખર્ચ પછી ફલાવરશોના આયોજન પાછળ ૧૭ કરોડથી વધુનો ખર્ચ કરાશે

ગાર્ડન વિભાગ દ્વારા કરાતા કરોડોના ખર્ચ અંગે શાસક ભાજપની મૂક સંમતિ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News

   ૩૦ લાખ રોપાં રોપવા ૩૦ કરોડના ખર્ચ પછી ફલાવરશોના આયોજન પાછળ ૧૭ કરોડથી વધુનો ખર્ચ કરાશે 1 - image

    અમદાવાદ,શનિવાર,26 ઓકટોબર,2024

અમદાવાદમાં વર્ષ-૨૦૨૪ના ચોમાસાના સો દિવસના સમયમાં ત્રીસ લાખ રોપા-વૃક્ષ રોપવા રુપિયા ત્રીસ કરોડની વધુની રકમનો ખર્ચ કરાયો હતો.હવે ફલાવરશો-૨૦૨૫ના આયોજનના નામે મ્યુનિ.ના ગાર્ડન વિભાગ દ્વારા રુપિયા ૧૭ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાશે.વર્ષ-૨૦૨૪માં ફલાવર શોના આયોજન પાછળ ૧૧ કરોડનો ખર્ચ કરાયો હતો.વર્ષ-૨૦૨૫માં ફલાવર શોનું આયોજન કરવા પાછળ ગત વર્ષની તુલનામા છ કરોડનો જંગી વધારો થશે.ગાર્ડન વિભાગ તરફથી કરવામાં આવતા પ્લાન્ટેશન સહિતના કરોડો રુપિયાના ખર્ચ અંગે શાસક ભાજપની મૂક સંમતિ હોય એમ રીક્રીએશન કમિટીના ચેરમેને સંપર્ક ટાળી દીધો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પાંચ જુનથી વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા પ્લોટ,સેન્ટ્રલ વર્જ સહિતની જગ્યાઓએ ત્રીસ લાખ રોપા અને વૃક્ષ વાવવાના નામે રુપિયા ત્રીસ થી પાંત્રીસ કરોડનો ખર્ચ કર્યો હતો.વાવવામા આવેલા ત્રીસ લાખ રોપા કે વૃક્ષ પૈકી માત્ર ૬૦ ટકા જ બચવાના છે એ વાસ્તવિકતા મ્યુનિ.વહીવટી તંત્ર અને શાસકપક્ષ સારી રીતે જાણે છે. અમદાવાદમાં વર્ષ-૨૦૧૩થી એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફલાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪માં ફલાવરશો યોજવા પાછળ રુપિયા ૧૧ કરોડનો ખર્ચ કરાયો હતો. વર્ષ-૨૦૨૫માં ફલાવર શોનુ આયોજન કરવા ગાર્ડન વિભાગે અલગ અલગ કામગીરી માટે અંદાજિત રુપિયા ૧૭ કરોડના ટેન્ડર બહાર પાડયા છે. આ ઉપરાંત બી.આર.ટી.એસ.કોરિડોરમાં કરેણના પ્લાન્ટ રોપવા માટે રુપિયા ૩૦ લાખથી વધુની રકમનો ખર્ચ કરાશે.ફલાવરશોના આયોજન પાછળ ખર્ચ વધવા અંગે રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીનો સંપર્ક કરાતા જવાબ આપવાનુ તેમણે ટાળ્યુ હતુ.

કઈ કામગીરી પાછળ કેટલી રકમ ખર્ચાશે

વિગત          અંદાજિત ખર્ચ(કરોડમાં)

ફલાવર સ્કલ્પચર       ૨.૪૭

સીઝનલ પ્લાન્ટ        ૩.૩૧

ડીસ્પલે           ૩.૯૮

આઈકોનિક સ્કલપ્ચર  ૩.૯૮

ડેકોરેશન વર્ક      ૧.૭૦


Google NewsGoogle News