Get The App

ચાર વર્ષ કામગીરી બંધ રખાયા પછી વાસણા વોર્ડમાં ચાર કરોડના ખર્ચે ડકટલાઈનની બાકી કામગીરી કરાવાશે

વર્ષ-૨૦૨૦માં ભાજપના સ્થાનિક કોર્પોરેટરે વિરોધ કરી કામગીરી બંધ રખાવી હતી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News

 ચાર વર્ષ કામગીરી બંધ રખાયા પછી  વાસણા વોર્ડમાં ચાર કરોડના ખર્ચે ડકટલાઈનની બાકી કામગીરી કરાવાશે 1 - image    

  અમદાવાદ,શનિવાર,12 ઓકટોબર,2024

વાસણા વોર્ડમાં શ્રેયસ ક્રોસીંગથી ફતેવાડી કેનાલ સુધી હયાત ડકટ લાઈન તોડી નવી ડકટ લાઈન નાંખવા ચાર વર્ષ અગાઉ કામગીરી શરુ કરાતા ભાજપના કોર્પોરેટરે લાઈટખાતાના કવાટર્સમાં વાઈબ્રેશન આવતુ હોવાનુ કહી વિરોધ કરી કામગીરી બંધ રખાવી હતી.ડકટલાઈનની બાકી કામગીરી રુપિયા ચાર કરોડના ખર્ચે કરાવવા મંજુરી આપવામાં આવી છે.

વાસણા વોર્ડમાં શ્રેયસ ક્રોસીંગ જયદીપ ટાવરથી જીવરાજ હોસ્પિટલ થઈ ફતેવાડી કેનાલ સુધી હયાત ડકટ લાઈન તોડીને નવી નાંખવા અંદાજીત ભાવથી ૧૩.૫૦ ટકા વધુ ભાવથી રુપિયા ૨૨.૪૨ કરોડની રકમથી સૌમ્યા કન્સટ્રકશનને કામગીરી વર્ષ-૨૦૧૯માં આપવામાં આવી હતી.રેડક્રોસથી કેનાલ સુધી તથા આનંદ ફલેટથી ટોરેન્ટ પાવર સુધીની હયાત ડકટ તોડીને નવી આર.સી.સી.ની ડકટની કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પુરી કરવામાં આવી હતી.દરમિયાન રેડ ક્રોસથી ટોરેન્ટ પાવર સુધીના ભાગમાં એ સમયે કામગીરી શરુ કરાવવામા આવતા આજુબાજુમાં આવેલા લાઈટખાતાના કવાટર્સમાં કામગીરીના કારણે વાઈબ્રેશન આવતા હોવાથી તેમજ આ બિલ્ડિંગ વર્ષો જુનુ ભયજનક હોવાથી સ્થાનિક રહીશો અને કોર્પોરેટરે વિરોધ કરી ડકટની બાકી કામગીરી બંધ કરાવી દીધી હતી.બાકી રહેલા રેડ ક્રોસથી ટોરેન્ટ પાવર સુધી ૨૧૦ મીટર લંબાઈમાં અપસ્ટ્રીમ તથા ડાઉન સ્ટ્રીમ બાજુ આર.સી.સી.ની નવી ડકટ બનાવેલી હોવાથી રોડ તથા જુની ડકટનો સ્લેબ તોડવામાં વાઈબ્રેશન ના આવે તેવા આધુનિક કટર મશીનની મદદથી કામગીરી કરાવવા કોન્ટ્રાકટર શીવમ બિલ્ડર્સ પાસે રુપિયા ૩.૭૪ કરોડના ખર્ચથી કામગીરી કરાવાશે.


Google NewsGoogle News