Get The App

એડવાન્સ ટેકસ રીબેટ યોજના , પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસ પેટે ૧૪ કરોડથી વધુની આવક

તેર હજારથી વધુ કરદાતાઓએ ઓનલાઈન એડવાન્સ ટેકસ ભર્યો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News

    એડવાન્સ ટેકસ રીબેટ યોજના , પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસ પેટે ૧૪ કરોડથી વધુની આવક 1 - image 

  અમદાવાદ,મંગળવાર,9 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિ.ની એડવાન્સ ટેકસ રીબેટ યોજના હેઠળ પહેલા જ દિવસે મ્યુનિસિપલ તંત્રને રૃપિયા ૧૪.૩૭ કરોડથી વધુની આવક પ્રોપર્ટી ટેકસ પેટે થવા પામી હતી.૧૩૮૫૯ કરદાતાઓએ ૯.૪૬ કરોડની રકમ એડવાન્સ ટેકસ  પેટે ઓનલાઈન ભરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ના એડવાન્સ ટેકસ ઉપર વળતરની યોજનાના પહેલા જ દિવસે ૨૦૪૨૭ કરદાતાઓએ  એડવાન્સ ટેકસ રીબેટ યોજના અંતર્ગત પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કર્યો હતો.આ કારણથી  મ્યુનિ.તંત્રને દિવસાંતે રૃપિયા ૧૪.૩૭ કરોડથી વધુની આવક થઈ હતી. ૩૧ મે-૨૦૨૪ સુધી આ યોજના અમલમાં રહેશે.એડવાન્સ ટેકસ ભરનારને બાર ટકા રીબેટ આપવામાં આવશે.ઓનલાઈન એડવાન્સ ટેકસ ભરપાઈ કરનારને કુલ તેર ટકા રીબેટ આપવામાં આવશે.વર્ષ-૨૦૨૪-૨૫ પહેલા સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૫ ટકા સુધીનું રીબેટ આપવામાં આવશે.ગત વર્ષે કુલ ૫.૧૮ લાખ કરદાતાઓએ એડવાન્સ ટેકસ રીબેટ યોજનાનો લાભ લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૬૭૯.૨૬ કરોડની આવક થવા પામી હતી.

પશ્ચિમ ઝોનમાંથી પ્રોપર્ટી ટેકસ પેટે સૌથી વધુ આવક

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેકસ ભરવા ઉપરની રીબેટ યોજના અંતર્ગત પહેલા દિવસે પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ચાર કરોડથી વધુની આવક તંત્રને થઈ હતી.ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૩.૧૭ કરોડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા બે કરોડ, પૂર્વ ઝોનમાંથી રુપિયા ૧.૫૬ કરોડ, દક્ષિણ ઝોનમાંથી રુપિયા ૧.૨૪ કરોડ, મધ્યઝોનમાંથી રુપિયા ૧.૪૬ કરોડ તેમજ ઉત્તરઝોનમાંથી રુપિયા ૭૭ લાખથી વધુની આવક થવા પામી હતી.

 


Google NewsGoogle News