Get The App

અમદાવાદ મ્યુનિ.સંચાલિત બગીચા સંબંધિત ફરિયાદ કે સુચન નાગરિકો ઓનલાઈન કરી શકશે

મણીનગરના બે બગીચામાં કયુ.આર.કોડ સાથે સિસ્ટમ અમલમાં મુકવામાં આવી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News

       અમદાવાદ મ્યુનિ.સંચાલિત બગીચા સંબંધિત ફરિયાદ કે સુચન નાગરિકો ઓનલાઈન કરી શકશે 1 - image

 અમદાવાદ,બુધવાર,6 ડીસેમ્બર,2023

અમદાવાદના ૪૮ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાના મોટા ૨૯૦ જેટલા બગીચા આવેલા છે.આ તમામ બગીચા સંબંધિત ફરિયાદ કે સુચન નાગરિકો ઓનલાઈન કરી શકશે.મણીનગરના બે બગીચામાં કયુ.આર.કોડ સાથે સિસ્ટમ અમલમાં પણ મુકવામાં આવી છે.

શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આવેલા બગીચામાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોકથી લઈ અન્ય કારણસર મુલાકાત લેતા હોય છે.શહેરીજનોને મ્યુનિ.હસ્તકના બગીચાઓમાં વધુ સારી સુવિધા મળી રહે એ માટે નાગરિકો તરફથી મળતી ફરિયાદ તથા ઉપયોગી સુચન ઓનલાઈન મળી રહે એ પ્રકારની સુવિધા તંત્ર તરફથી ઉપલબ્ધ કરાવવામા આવી રહી છે.રીક્રીએશન કમિટિના ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા મુજબ,લોકોની રજુઆતને ધ્યાનમાં લઈ મ્યુનિ.હસ્તકના તમામ બગીચામાં કયુ.આર.કોડ સ્કેન કરી મુલાકાતીઓ બગીચામા પડતી અસુવિધાને લગતી ફરિયાદ કે ઉપયોગી સુચન કરી શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામા આવી રહી છે.મણીનગર વોર્ડમાં આવેલા આર.વી.ભટ્ટ તથા કમલા નહેરુ ગાર્ડનમાં કયુ.આર.કોડ સ્કેન કરી લોકો ફરિયાદ કે સુચન કરી શકે એ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.મુલાકાતીઓ ૧૫૫૩૦૩  અથવા ૮૧૬૦૮૨૯૬૯૫ નંબર ઉપર કયુ.આર.કોડ સ્કેન કરી જરુરી વિગત સાથેનુ ફોર્મ ભરવાનુ રહેશે.આ તમામ બાબત મ્યુનિ.ના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન પાસે પહોંચી જશે.તંત્ર તરફથી ફરિયાદનુ ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.આવનારા સમયમાં શહેરના તમામ બગીચામાં આ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે.


Google NewsGoogle News