Get The App

અમદાવાદ મ્યુનિ.સંચાલિત VS હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું રાજીનામુ ટ્રસ્ટીના વિરોધ સાથે મંજુર

તત્કાલિન સુપ્રિટેન્ડન્ટનો વધારાનો ચાર્જ એસ.વી.પી.હોસ્પિટલના પ્રોફેસરને સોંપાયો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News

   અમદાવાદ મ્યુનિ.સંચાલિત  VS  હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું રાજીનામુ ટ્રસ્ટીના વિરોધ સાથે મંજુર 1 - image

    અમદાવાદ,બુધવાર, 9 ઓકટોબર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલની બોર્ડ બેઠકમાં ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલનુ રાજીનામુ હોસ્પિટલના ટ્રસ્ટીના વિરોધ સાથે મંજુર કરવામાં આવ્યુ હતુ. તત્કાલિન ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટનો વધારાનો ચાર્જ એસ.વી.પી.હોસ્પિટલના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોકટર પારુલ ટી શાહને સોંપવામાં આવ્યો છે.

શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં હોસ્પિટલની બોર્ડ બેઠક મળી હતી. આ બેઠકમાં હોસ્પિટલના એક સમયના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ બી પટેલના રાજીનામુ મંજુર કરવાના નિર્ણય સામે બેઠકમાં હાજર ટ્રસ્ટીએ વિરોધ કરતા કહયુ, તમે એકાએક રાજીનામુ મંજુર કરવાનો નિર્ણય કેવી રીતે લઈ શકોડોકટર મનીષ પટેલને વી.એસ.હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સોંપાયા પછી પણ તેમની સામે વર્ષનો મોટાભાગનો સમય વિદેશમાં રહેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આમ છતાં સત્તાધારી પક્ષ તરફથી તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ નહી હોવાની બાબત ચર્ચાનો વિષય બની હતી.એએમસી મેટ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ  ડોકટર પારુલબેન ટી શાહને વી.એસ.હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સોંપવા દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.


Google NewsGoogle News