સતત બે મહીનાથી ગેરહાજર રહેતા હતા, વાસણાના ભાજપના કોર્પોરેટરને લીગલ કમિટીના સભ્યપદેથી દુર કરાયા

અંગતકામ અને સમયની અનૂકુળતા નહીં હોવાથી કમિટીમાં હાજર રહી શકતો નહતો,કોર્પોરેટર

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
સતત બે મહીનાથી ગેરહાજર રહેતા હતા, વાસણાના ભાજપના કોર્પોરેટરને લીગલ કમિટીના  સભ્યપદેથી દુર કરાયા 1 - image


અમદાવાદ,શુક્રવાર, 20 સપ્ટેમ્બર,2024

અમદાવાદ મ્યુનિ.ની લીગલ કમિટીની બેઠકમાં સતત બે મહીનાથી  ગેરહાજર રહેનારા વાસણા વોર્ડના ભાજપના કોર્પોરેટર હીમાંશુ વાળાને કમિટીના સભ્યપદેથી ગેરલાયક ઠેરવી દુર કરાયા છે. વાસણાના કોર્પોરેટરે અંગતકામ અને સમયની અનૂકુળતા નહીં હોવાથી કમિટીમાં હાજર રહી શકતા નહીં હોવાનું કારણ આપ્યુ  છે.

મ્યુનિ.ની લીગલ કમિટીની બેઠકમાર્કમિટીના સભ્ય અને વાસણા વોર્ડના ભાજપના કોર્પોરેટર હીમાંશુ વાળાને કમિટીના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી.સતત બે મહીનાથી કમિટી બેઠકમાં ગેરહાજર રહેનારા વાસણા વોર્ડના કોર્પોરેટરને પક્ષના નેતા અને કમિટીના ચેરમેન તરફથી કમિટીની બેઠકમાં હાજર રહેવા અંગે જાણ કરવામાં આવતી હતી.આમ છતાં કમિટીની બેઠકમાં હાજર રહેતા નહીં હોવાથી તેમને નિયમ મુજબ કમિટીના સભ્યપદેથી ગેરલાયક ઠેરવી સભ્યપદેથી દુર કરવા અંગર્દરખાસ્ત મંજુર કરાઈ હતી.લીગલ કમિટીની બેથી ત્રણ બેઠકમાં આ કોર્પોરેટરે હાજરી આપી હતી.આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ,વાસણાના કોર્પોરેટરે કમિટી બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે થયેલા તમામ કેસોની ફાઈલ અને વિગત માંગી હતી.જે યોગ્ય રીતે આપવામાં નહીં આવતા તેઓ કમિટી બેઠકમાં હાજર રહેતા નહતા.


Google NewsGoogle News