સર્જનાત્મકતા દર્શાવવા માટે પ્લેટફોર્મ, વડાપ્રધાને એકસ ઉપર અમદાવાદના ફલાવરશો ની ઝલકલોકો સમક્ષ મુકી
મને આ શો સાથે લગાવ છે, મેં મારા મુખ્યમંત્રીકાળમાં આ શો જોયો છે
અમદાવાદ,શનિવાર,4 જાન્યુ,2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ઈન્ટરનેશનલ ફલાવરશોની
ઝલક વિડીયો સ્વરુપમાં એકસ ઉપર લોકો સમક્ષ મુકી હતી. આ પ્રકારના શો સર્જનાત્મકતા
દર્શાવવા માટે પ્લેટફોર્મ પુરુ પડે છે.મને આ શો માટે લગાવ છે.મેં મારા
મુખ્યમંત્રીકાળમાં આ જોયો છે આ પ્રકારની અભિવ્યકિત વ્યકત કરી હતી.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રીજી જાન્યુઆરીથી ઈન્ટરનેશનલ ફલાવરશો શરુ થયો
છે. આ શોને લઈ વડાપ્રધાને એકસ ઉપર પોસ્ટ મુકી કહયુ, આવા શો કુદરતની સુંદરતાની
ઉજવણી કરે છે અને ટકાઉપણા વિશે જાગૃતિને પ્રેરણા આપે છે.આ પ્રકારના શો
સ્થાનિક ખેડૂતો, માળીઓ
અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટેનુ એક પ્લેટફોર્મ આપે છે.