Get The App

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ચાલુ શૈક્ષણિક સત્રમાં અમદાવાદની આ સ્કૂલને માર્યા તાળા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
School


Bapunagar Government School Closed : શિક્ષણ ક્ષેત્રમાં વધતાં જતાં ખાનગીકરણના કારણે સરકારી શાળાઓને ખાસી અસર થઈ રહી છે, ત્યારે અમદાવાદના બાપુનગરમાં આવેલી રંજન હાઇસ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના વર્ગમાં 36 વિદ્યાર્થીઓનો રેશિયો ન જળવાતાં આ પ્રકારનો નિર્ણય લેવાની સાથે 125 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાશે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વડોદરાના પૂરગ્રસ્તો માટે 5000થી માંડીને 85,000 સુધીની રોકડ સહાય જાહેર

વર્ગદીઠ પૂરતાં વિદ્યાર્થીઓ ન હોવાથી આ શાળા બંધ

રાજ્યમાં વધુ પડતાં ખાનગીકરણના કારણે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની અછત વર્તાઈ રહી છે. તેવામાં શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા છે તેને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં એક વર્ગમાં 36 વિદ્યાર્થીઓ ન હોય તો વર્ગ બંધ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અમદાવાદમાં 35 સરકારી શાળાના 35 વર્ગમાં વિદ્યાર્થીઓની ઘટ હોવાથી વર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે હવે બાપુરનગરની રંજન હાઇસ્કૂલના ધોરણ 9, 11 અને 12માં 25-30 સંખ્યાની અંદરમાં વિદ્યાર્થીઓ હોવાથી શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી, 125 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાશે.

આ પણ વાંચો : સુરતના તત્કાલીન ટાઉન પ્લાનર કૈલાશ ભોયા સામે વડોદરામાં ભ્રષ્ટાચારનો કેસ, આવક કરતા 56.7 ટકા વધુ સંપત્તિ

છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં 30 સરકારી શાળાઓ બંધ થઈ

રાજ્યમાં ખાનગી શાળાઓમાં મસમોટી ફી વસુલવામાં આવતી હોવા છતાં લોકો પોતાના બાળકોને ખાનગી શાળામાં મૂકતા હોય છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે વધુ પડતાં ખાનગીકરણની સૌથી મોટી અસર સરકારી શાળાઓને થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં આશરે 150 સરકારી શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી એકલા અમદાવાદમાં જ 30 સરકારી શાળા બંધ કરાઈ છે. બીજી તરફ, સરકારી શાળામાં 12 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. 

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ચાલુ શૈક્ષણિક સત્રમાં અમદાવાદની આ સ્કૂલને માર્યા તાળા 2 - image


Google NewsGoogle News