ગુજરાતમાં નવરાત્રિના 8 દિવસમાં 108ને કાર્ડિયાકને લગતાં 673 કોલ મળ્યા, છાતીમાં દુઃખાવાની ફરિયાદો વધી

મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં 1723 હાર્ટ-એટેકને લગતા ઈમર્જન્સી કોલ્સ 108ને મળ્યા

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં નવરાત્રિના 8 દિવસમાં 108ને કાર્ડિયાકને લગતાં 673 કોલ મળ્યા, છાતીમાં દુઃખાવાની ફરિયાદો વધી 1 - image



અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. (108 Emergency) રાજ્યમાં નવરાત્રિના આઠ દિવસમાં 108 ઈમર્જન્સી સર્વિસને 673 ઈમર્જન્સી કોલ મળ્યા હતાં. આઠમા નોરતે અમદાવાદમાં છાતીમાં દુખાવાની 30 ફરિયાદ આવી હતી. નવરાત્રિ દરમિયાન બીજા, ચોથા અને પાંચમા નોરતે આ કેસ વધી ગયા હતા અને 108ને કોલ કરીને 92, 109 અને 102 જેટલી છાતીમાં દુખાવાની ફરિયાદ કરાઈ હતી. (Heat attack case)સામાન્ય દિવસોમાં આ કોલની સંખ્યા 88 રહેતી હોય છે. નવરાત્રિમાં રાજ્યનાં ચાર મુખ્ય શહેર અને જિલ્લામાં છાતીના દુઃખાવાની ફરિયાદનું પ્રમાણ અમદાવાદમાં સૌથી વધુ હતું અને આઠમા નોરતે છાતીમાં દુખાવાની 30 ફરિયાદ કરવામાં આવી હતી.

1723 હાર્ટ-એટેકને લગતા ઈમર્જન્સી કોલ્સ મળ્યા

ગુજરાતમાં નવરાત્રિના આઠ દિવસમાં છાતીમાં દુખાવાની સરેરાશ 21 ફરિયાદ 108માં નોંધાઈ હતી, જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં 27 રહેતી હોય છે. છેલ્લા 8 દિવસના કોલની વિગત જોઈએ તો અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી. ઈમર્જન્સી સેવા 108ના આંકડા પ્રમાણે, રાજ્યમાં એપ્રિલ 2023થી 8 ઓક્ટોબર 2023 સુધીમાં દૈનિક 60થી વધુ હાર્ટ-એટેકના કોલ આવી રહ્યા છે. ઓક્ટોબરમાં જ્યારે ગુજરાત નવરાત્રિની તૈયારી કરી રહ્યું હતું ત્યારે મહિનાના પહેલા જ સપ્તાહમાં આખા ગુજરાતમાં થઈને 1723 હાર્ટ-એટેકને લગતા ઈમર્જન્સી કોલ્સ 108ને મળ્યા છે.

ગુજરાતમાં નવરાત્રિના 8 દિવસમાં 108ને કાર્ડિયાકને લગતાં 673 કોલ મળ્યા, છાતીમાં દુઃખાવાની ફરિયાદો વધી 2 - image



Google NewsGoogle News