૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે ગણેશજીની નાની-મોટી ૨૨ હજારથી વધુ મૂર્તિનો નિકાલ કરાયો

ફૂલ,પુજાપા સહિતની પુજા સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News

 ૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે ગણેશજીની નાની-મોટી ૨૨ હજારથી વધુ મૂર્તિનો નિકાલ કરાયો 1 - image      

 અમદાવાદ,સોમવાર,16 સપ્ટેમ્બર,2024

અમદાવાદના ૪૦ વિવિધ લોકેશન ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૯ જેટલા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા હતા.૭ સપ્ટેમ્બરથી શરુ થયેલા ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર તરફથી ૨૨૬૫૮ જેટલી નાની-મોટી ગણેશજીની મૂર્તિનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.ફૂલ,પુજાપા સહિતની સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી હતી.

ગણેશચતુર્થીના દિવસથી શહેરમાં ભાવિકો દ્વારા એક દિવસથી લઈ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના ઘર અથવા અલગ અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી રોજેરોજ એકત્ર કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિઓનો પિરાણા ખાતે નકકી કરવામાં આવેલી જગ્યાએ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.શહેરમાં ૪૮ પંડાલ ઉભા કરવામાં આવ્યા હતા.ભાવિકો તરફથી અર્પણ કરવામાં આવેલા ફૂલ,પુજાપા,પિતાંબર સહિતની ધાર્મિક સામગ્રી એકઠી કરવા સાત ઝોનમાં સાત કલેકશન વાન કાર્યરત કરવામાં આવી હતી.

ઝોન મુજબ કેટલી મૂર્તિ વિસર્જિત કરાઈ

ઝોન    મૂર્તિની સંખ્યા

પૂર્વ    ૨૭૭૯

પશ્ચિમ  ૫૬૫૪

ઉત્તર   ૪૧૫

દક્ષિણ  ૭૨૫

મધ્ય   ૧૨૦૩૩

ઉ.પ.   ૫૭૫

દ.પ.   ૪૭૭


Google NewsGoogle News