લાયકાત વગરના શિક્ષકોથી ખદબદતી અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, શું આ રીતે ભણશે આપણું ભવિષ્ય?
અમદાવાદ શહેરમાં 47 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 219 શિક્ષકો લાયકાત વિનાના
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં છતાં સરકારનું મૌન
Representative image |
Education News : ભણે ગુજરાત, વાંચે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે પણ કડવી હકીકત એછેકે, રાજ્યમાં શિક્ષણનુ સ્તર ગગડી રહ્યું છે. ચોંકાવનારી વાત છેકે, જેઓ શિક્ષક જ નર્થી તેઓ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. ખુદ સરકારે સ્વિકાર્યું કે, છે. છે. ખુદ સરકારે સ્વિકાર્યું કે અમદાવાદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 348 શિક્ષકો લાયકાત વિનાના છે.
બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે. વાસ્તવમાં બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી પરિણામે શિક્ષક તરીકેની લાયકાત ન હોય તે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. વાલીઓ વધુ ફી ચૂકવીને બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે પણ આ ખાનગી શાળામાં શિક્ષકો જ લાયકાત વિનાના છે.
અમદાવાદ શહેરમાં 219 શિક્ષકો લાયકાત વિનાના
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલાં એક સવાલના જવાબમાં વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગે એ વાતનો સ્વિકાર કર્યો હતો કે, અમદાવાદ શહેરમાં 47 ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે જયાં 219 શિક્ષકો લાયકાત વિનાના છે. આ ઉપરાંત દસક્રોઈ, સાણંદ, ધોળકા, બાવળા, ધંધુકા, વિરમગામ અને માંડલની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ય આ જ દશા છે. અ લાયકાત વિનાના શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. હજુય શિક્ષણ વિભાગ કહે છે કે, હાલ બાળકોના શિક્ષણ કાર્ય પર અસર થાય તેમ છે પરિણામે ચાલુ શેક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ લાયકાત વિનાના શિક્ષકોને હાંકી કાઢવામાં આવશે. આમ હજુ ય લાયકાત વિનાના શિક્ષકો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.