32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યા સામે 244 જગ્યા ખાલી, હાઇકોર્ટના ચુકાદા પછી પણ ભરતી પ્રક્રિયા માળિયે મૂકાઈ

મોટાભાગની નગરપાલિકામાં ફાયરબ્રિગેડ રોજમદારોના સહારે, ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકામાં ફાયરબ્રિગેડમાં સ્ટાફ જ નથી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Fire Department


244 posts are vacant in Fire Brigade Department: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સરકારની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી છે. ભ્રષ્ટ તંત્ર-અધિકારીઓના પાપે નિર્દોષ લૌકોએ જાન ગુમાવ્યા છે. રાજકોટ ઉપરાંત સુરતમાં તક્ષશિલા કાંડ જ નહીં, ગુજરાતમાં આગ દુર્ઘટનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાંય ગુજરાત સરકાર જરાય શીખ લેવા તૈયાર નથી. આજેય ગુજરાતમાં 32 જિલ્લાઓમાં ફાયર બ્રિગેડમાં કુલ મળીને 244 જગ્યાઓ ખાલી પડી છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ફાયરબ્રિગેડ રોજમદાર કર્મચારીઓના સહારે છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે એવો દેખાડો કરી રહી છેકે, લોકોની સલામતીને લઈને ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી કરાશે. કશુ ચલાવી નહી લેવાય પણ ખાટલે જ મોટી ખોય  તેવું ચિત્ર ઉપસ્યું છે. કેમ કે, ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકામાં ફાયરબ્રિગેડમાં સ્ટાફ જ નથી. આગ દુર્ઘટના થાય તો લોકોને બચાવવા માટે ટ્રેઇન સ્ટાફ જ નથી. આ કારણોસર પાલિકાઓમાં ધકેલ પંચે દોઢસો જેવો વહીવટ ચાલી રહ્યો છે. 

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 32 જિલ્લાઓમાં નગરપાલિકામાં ફાયરબ્રિગેડમાં 672 જગ્યાઓનુ મહેકમ છે તેની સામે આજેય 244 જગ્યાઓ ખાલી પડી છે. બધુ ય લોલંલોલ ચાલી રહ્યુ છે. ફાયરબ્રિગેડમાં મોટાભાગના કર્મચારીઓ કરાર આધારિત છે. શહેરોમાં આગ દુર્ઘટનાઓની સંખ્યા વધી રહી છે. નિર્દોષ લોકો જાન ગુમાવી રહ્યા છે તેમ છતાંય સરકાર ફાયરબ્રિગેડના સ્ટાફને લઈને જરાય ચિંતીત નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા છતાંય સરકાર ભરતી પ્રક્રિયા હાથ ધરતી નથી. આમ, રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સરકાર ચોક્ક્સ પગલાં-નિર્ણય લેવાની વાતો કરે છે પણ વાસ્તવિકતા કઇંક અલગ છે.

ફાયર બ્રિગેડના બંને અધિકારીઓ બે દિવસના રિમાન્ડ પર

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા ચીફ  ફાયર ઓફિસર ઈલેશ વાલાભાઈ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબાને સીટે કોર્ટમાં રજૂ કરી તા.રપમી સુધીના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. સીટે રિમાન્ડના કારણોમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીઓ તપાસમાં પુરતો સહકાર આપતા નથી. કોના દબાણથી આર્થિક લાભ મેળવી ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના પુરા સાધનો છે કે કેમ  તે બાબતે તપાસ કરી નથી તે અંગે, આરોપીઓ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો વગેરે સાથે સંપર્કમાં હતા કે કેમ વગેરે મુદ્દે તપાસ કરવાની છે.

ટીઆરપી ગેમ ઝોનનાઅગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા વેલ્ડીંગનો કોન્ટ્રાક્ટ રાખનાર મહેશ  અમૃતભાઈરાઠોડના રિમાન્ડ સીટે નહીં માગી કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. જેમાંથી 12 આરોપીઓ જેલહવાલે થઈ ચુકયા છે.

જયારે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા અને ફાયર બ્રિગેડના બંને અધિકારીઓ સહિત 3 આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. બોગસ મિનિટસ બુક બનાવવાના ગુનામાં સાગઠીયાના રિમાન્ડ આવતીકાલ સોમવારે પુરા થઈ રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચ તેને આવતીકાલે કોર્ટ હવાલે કરશે. ત્યાર પછી એસીબી અપ્રમાણસર મિલ્કતના ગુનામાં તેનો કબજો મેળવી ધરપકડ કરશે.


Google NewsGoogle News