૨૪ કલાક સાઈકલ પાર્ક કરવાના ૨૪ રુપિયા, AMTS ના ડેપોમાં એક બસ પાર્ક કરવા એક રુપિયો ચૂકવતા બસ ઓપરેટરો

સીટ બેલ્ટ નહીં પહેરવા સહિતના ગુના માટે નકકી કરાયેલી પેનલ્ટી વસૂલ કરવાના મુદ્દે સત્તાધીશોએ મૌન સેવી લીધુ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
૨૪ કલાક સાઈકલ પાર્ક કરવાના ૨૪ રુપિયા, AMTS ના ડેપોમાં એક બસ પાર્ક કરવા એક રુપિયો ચૂકવતા બસ  ઓપરેટરો 1 - image


અમદાવાદ,શનિવાર,17 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિ.એ સિંધુભવન સહિતના પે એન્ડ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે કોન્ટ્રાકટ આપ્યો છે.૨૪ કલાકના સમય માટે વિવિધ પે એન્ડ પાર્કિંગમાં સાઈકલ પાર્ક કરવા પ્રતિ કલાકના એક રુપિયાના દર મુજબ ૨૪ કલાકના ૨૪ રુપિયા  કોન્ટ્રાકટરને ચૂકવવા પડે છે.બીજી તરફ એ.એમ.ટી.એસ.ના શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા નવ ડેપોમાં ખાનગી ઓપરેટરોની બસ પાર્ક કરવા માટે એ.એમ.ટી.એસ.પ્રતિ બસ ૨૪ કલાકના સમય માટે માત્ર એક રુપિયો જ વસૂલે છે.ખાનગી ઓપરેટરોના બસ ડ્રાઈવર સીટ બેલ્ટ ના પહેરે તેમજ ટ્રાફિક સંબંધી અન્ય ગુના કરે એ માટે નકકી કરવામાં આવેલી પેનલ્ટીની રકમ મુજબ કયા ઓપરેટર પાસેથી કેટલી પેનલ્ટી વસૂલ કરાઈ એ મામલે સત્તાધીશોએ મૌન ધારણ કરી લીધુ હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના બજેટને મંજૂર કરવા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટરે એ.એમ.ટી.એસ.નું કુલ દેવુ રુપિયા ૪૩૧૫.૮૪ કરોડનુ થયુ હોવાની રજૂઆત કરી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં વિવિધ પ્રકારના વાહન પાર્ક કરવા આપવામાં આવેલા પે એન્ડ પાર્ક પધ્ધતિથી આપવામાં આવેલા કોન્ટ્રાકટની વિગત સાથે તેમણે કહયુ,અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ જંગી દેવાના બોજ હેઠળ ધકેલાવા પાછળ લેવામાં આવેલા ખોટા નિર્ણય જવાબદાર છે.શહેરના સામાન્ય માનવીને ૨૪ કલાક માટે સાઈકલ પાર્ક કરવી હોય તો તેની પાસેથી ૨૪ રુપિયા વસૂલવામા આવે છે.જયારે ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપી દેવામાં આવેલી એ.એમ.ટી.એસ.બસને એ.એમ.ટી.એસ.ના ડેપોમાં ૨૪ કલાકના સમય માટે પાર્ક કરવા માટે ખાનગી ઓપરેટરો પાસેથી બસ દીઠ માત્ર એક રુપિયો વસૂલવામાં આવે છે.જો યોગ્ય રકમ ખાનગી ઓપરેટરો પાસેથી વસૂલ કરાઈ હોત તો એ.એમ.ટી.એસ.આજે દેવાના જંગી બોજ હેઠળ કચડાઈ ગઈ ના હોત.

એ.એમ.ટી.એસ.ના કયા ડેપોમાં કેટલી જગ્યા?

ડેપો            જગ્યા(ચો.મી.)

જમાલપુર      ૪૨,૮૯૧

પાલડી         ૨,૭૪૬

મેમનગર       ૭,૪૪૫

નારણપુરા      ૧૯,૨૭૬

શ્રીનાથ         ૧૩,૭૨૦

અચેર          ૮,૫૭૯

વસ્ત્રાલ         ૨૦,૦૦૦

મેમ્કો           ૧૬,૫૧૫

મિલ્લતનગર   ૧૩,૬૦૮

ખાનગી બસ ઓપરેટરો માટે નકકી કરાયેલી પેનલ્ટી કયારે-કેટલી?

પ્રકાર                   પેનલ્ટીની રકમ(રુપિયામાં)

સીટ બેલ્ટ નહીં પહેરવો         ૨૫૦

ડ્રાઈવિંગ બરોબર ન કરવુ      ૧૦૦૦

બસમાં ગંદકી હોવી             ૫૦૦

તૂટેલી સીટ હોવી               ૧૦૦

પેસેન્જર ઈન્ફ્રમેશન ન હોવી     ૫૦૦           


Google NewsGoogle News