અમદાવાદ મ્યુનિ.૨૩ પ્લોટની હરાજી કરશે,એક હજાર કરોડની આવકનો અંદાજ
થલતેજના રહેણાંક પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર ૨.૭૫ લાખ ભાવ
મોટેરા,ચાંદખેડા,બોડકદેવની સાથે થલતેજ, મકરબા, શીલજ,વસ્ત્રાલ,વટવા,નિકોલ,ઈસનપુરના પ્લોટનો સમાવેશ
અમદાવાદ,મંગળવાર,12
માર્ચ, 2024
અમદાવાદના વિવિધ વોર્ડમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના
રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે રીઝર્વ રાખવામાં આવેલા પ્લોટની હરાજી કરવામાં
આવશે.ચારથી આઠ એપ્રિલ-૨૦૨૪ દરમિયાન હાથ ધરવામાં આવનારા ઈ-ઓકશનમાં મુકવામાં આવેલા પ્લોટો પૈકી કેટલાક પ્લોટને
ફરીથી હરાજી માટે મુકવામાં આવ્યા છે.મોટેરા,
ચાંદખેડા,બોડકદેવની
સાથે થલતેજ, મકરબા,શીલજ તથા
વસ્ત્રાલ,વટવા,નિકોલ,મુઠીયા તેમજ
ઈસનપુર અને નારોલના પ્લોટનો હરાજી માટે સમાવેશ કરવામાં આવ્યો છે.થલતેજ વોર્ડના ઝાયડસ
હોસ્પિટલ રોડ ઉપર રહેણાંક હેતુ માટેના ૪૦૬૨ ચોરસ મીટરના પ્લોટ માટે પ્રતિ સ્કેવર
મીટર રુપિયા ૨.૭૫ લાખ ભાવ રાખવામાં આવ્યો છે.આ તમામ પ્લોટનુ વેચાણ થાય તો
મ્યુનિ.તંત્રને રુપિયા એક હજાર કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરામાં એક રહેણાંક અને એક
કોમર્શિયલ હેતુ માટેના પ્લોટનુ ઈ-ઓકશન કરવામાં આવશે.ચાંદખેડા વોર્ડના બે કોમર્શિયલ
અને ત્રણ રહેણાંક હેતુ માટેના રીઝર્વ પ્લોટની હરાજી કરાશે.બોડકદેવ વોર્ડમાં ત્રણ
કોમર્શિયલ પ્લોટની સાથે થલતેજ વોર્ડના એક રહેણાંક હેતુ માટેના પ્લોટનુ ઈ-ઓકશન
કરવામાં આવશે.મકરબામાં આવેલા બે કોમર્શિયલ,
શીલજના એક રહેણાંક તથા વસ્ત્રાલ વોર્ડમાં આવેલા એક કોમર્શિયલ પ્લોટની હરાજી
કરવામાં આવશે.વટવામાં આવેલા એક કોમર્શિયલ પ્લોટ ઉપરાંત નિકોલ વોર્ડના બે કોમર્શિયલ
અને એક રહેણાંક હેતુ માટેના પ્લોટનો પણ હરાજી માટે સમાવેશ કરવામાં આવ્યો છે.મુઠીયા
વિસ્તાર તેમજ નારોલ તેમજ ઈસનપુર વિસ્તારમાં અનુક્રમે એક-એક કોમર્શિયલ હેતુ માટેના
પ્લોટનુ ઈ-ઓકશન કરવામા આવશે.
વિસ્તાર હેતુ ક્ષેત્રફળ(સ્કે.મીટર) તળીયાનો ભાવ
મોટેરા રહેણાંક ૧૬૦૬૮ ૧,૦૧,૦૦૦
ચાંદખેડા કોમર્શિયલ ૩૬૫૭ ૮૭,૦૦૦
ચાંદખેડા કોમર્શિયલ ૬૬૧૬૮ ૭૬,૦૦૦
ચાંદખેડા રહેણાંક ૩૨૨૯૬ ૮૫,૦૦૦
ચાંદખેડા રહેણાંક ૨૪૦૮૫ ૮૫,૦૦૦
ચાંદખેડા રહેણાંક ૧૨૨૯૨ ૮૪,૦૦૦
બોડકદેવ કોમર્શિયલ ૪૬૫૮ ૨,૭૦,૦૦૦
બોડકદેવ કોમર્શિયલ ૮૧૬૭ ૨,૫૨,૦૦૦
બોડકદેવ કોમર્શિયલ ૫૦૫૮ ૨,૫૨,૦૦૦
થલતેજ રહેણાંક ૪૦૬૨ ૨,૭૫,૦૦૦
મકરબા કોમર્શિયલ ૩૭૪૦ ૮૦,૦૦૦
મકરબા કોમર્શિયલ ૩૭૧૦ ૭૭,૦૦૦
શીલજ રહેણાંક ૯૭૬૫ ૧,૭૦,૦૦૦
વસ્ત્રાલ કોમર્શિયલ ૫૯૦૦ ૮૬,૦૦૦
વટવા રહેણાંક ૬૫૫૮ ૪૦,૦૦૦
નિકોલ કોમર્શિયલ ૧૮૯૫ ૭૨,૦૦૦
નિકોલ કોમર્શિયલ ૧૦૮૫ ૭૫,૦૦૦
નિકોલ રહેણાંક ૫૭૪૧ ૭૦,૦૦૦
મુઠીયા કોમર્શિયલ ૧૯૭૧ ૬૫,૦૦૦
મોટેરા કોમર્શિયલ ૯૬૩ ૧,૦૦,૦૦૦
ઈસનપુર કોમર્શિયલ ૧૬૭૨ ૬૦,૦૦૦
નારોલ કોમર્શિયલ ૯૭૦ ૫૦,૦૦૦