અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 1.79 લાખ વિદ્યાર્થી, કુલ 137 કેન્દ્રોમાં લેવાશે બોર્ડની પરીક્ષા

બોર્ડની પરીક્ષાને લઈને 50થી વધુ સ્કવોડ ટીમો સંવેદનશીલ કેન્દ્રમાં જશે

શહેર-ગ્રામ્યમાં ફી માટે રિસિપ્ટ રોક્યાની 10 ફરિયાદ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 1.79 લાખ વિદ્યાર્થી, કુલ 137 કેન્દ્રોમાં લેવાશે બોર્ડની પરીક્ષા 1 - image


Board Exam : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી શરૂ થનારે ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અંતર્ગત રાજ્યના જે જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તે અમદાવાદ જીલ્લાના શહેર અને ગ્રામ્યના ડીઈઓ દ્વારા મંગળવારે બોર્ડ પરીક્ષાને લઈને એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેર અને ગ્રામ્યર સાથે જીલ્લામાં કુલ મળીને 1.79 લાખર્થી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ શેર્ડ પરીક્ષા આપશે જીલ્લાના 137 કેન્દ્રોમાં 610 બિલ્ડીંગમાં બોર્ડની પરીક્ષા લેવાશે. આ વર્ષે ધો.10 અને 12ના 12 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં ઘટયા છે. શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામા આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા રિસિપ્ટ જાહેર કરાયા બાદે કેટલીક સ્કૂલોએ બાકી ફીને લઈને વિદ્યાર્થીની રિસિપ્ટ રોકી હતી અને શહેરમાં 6 તથા ગ્રામ્યમાં 3 સહિત 9થી વધુ ફરિયાદો ડીઈઓ કચેરીને મળી હતી.

તમામ ઝોન અધિકારીઓ નિમી દેવાયા

અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીએ આજે બોર્ડ પરીક્ષાનો એકશન પ્લાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે શહેરમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા કુલ 12 ઝોનમાં 70 પરીક્ષા કેન્દ્રોમાં 349 બિલ્ડીંગોમાં લેવામા આવશે. અમદાવાદ શહેરમાં ધો.10માં 7 ઝોન અને 202 બિલ્ડીંગો છે. ધો.12 સા.પ્ર.માં પાંચ ઝોનમાં 103 બિલ્ડીંગ ધો.12 સાયન્સમાં પાંચ ઝોનમાં 44 બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે. શહેરમાં કુલ 101352 વિદ્યાર્થી નોંધાયા છે. તમામ ઝોન અધિકારીઓ નિમી દેવાયા છે અને કેન્દ્રમાં તકેદારી સહિતની સૂચનાઓ આપી દેવાઈ છે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કૃપાબેન ઝાએ જણાવ્યું કે ગ્રામ્યમાં કુલ 8 ઝોનમાં 67 પરીક્ષા કેન્દ્રો છે અને 261 સ્કૂલ બિલ્ડીંગો છે. ધો.10માં ચારઝોનમાં 151 બિલ્ડીંગ, ધો.12 સા.પ્રમાં ચાર ઝોનમાં 79 બિલ્ડીંગ, ધો.12 વિ.પ્ર.માં ચાર ઝોનમાં 31 બિલ્ડીગમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં કુલ 77830 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગ્રામ્યમાં પણ ઝોનલ અધિકારીઓ નીમી દેવાયા છે.

વિદ્યાર્થીઓ ઘટતા કેન્દ્ર-સ્કૂલ બિલ્ડીંગની સંખ્યા ઘટી

શહેર અને ગ્રામ્યના તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા છે અને 100 ટકા સીસીટીવી સર્વેલન્સ હેઠળ પરીક્ષા લેવાશે. શહેરમાં કલેકટર દ્વારા મુકાયેલા વર્ગ 1-2ના અધિકારીઓની 25 ટીમો અને ગ્રામ્યમાં પણ 25 ટીમો ઉપરાંત સ્થાનિક ડીઈઓ લેવલથી પાંચ-પાંચ ટીમો સાથે 60થી વધુ સ્કવોડ ટીમો મુકાશે. મહત્વનું છે કે આ વર્ષે અમદાવાદ જિલ્લામાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ 12 હજાર જેટલા ઘટ્યા છે. ગત વર્ષે શહેરમાં ધો.10ના 64752 સા.પ્ર. 38391 અને 12 સાયન્સના 9420 સહિત 109286 વિદ્યાર્થી હતા અને ગ્રામ્યમાં ધો.10ના 47369, 12 સા.પ્ર.ના 29289 અને ૧૨ સાયન્સના 6255 વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ ઘટતા કેન્દ્ર-સ્કૂલ બિલ્ડીંગની સંખ્યા ઘટી છે.

કેન્દ્રોમાં તબીબી સારવાર માટે ફર્સ્ટ એઈડ કિટ મોકલાશે 

બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઈજા થાય કે શારીરિક તકલીફ ઉભી થાય તો શહેર ડીઈઓ દ્વારા હેલ્થ સેન્ટરોમાં સારવાર માટે સૂચના અપાઈ છે ત્યારે ગ્રામ્ય ડીઈઓ દ્વારા ગ્રામ્યની 200થી વધુ સ્કૂલો બિલ્ડીંગો કે જ્યાં જ્યાં પરીક્ષા લેવાનાર છે ત્યાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઈડ હેલ્થ કિટ મોકલાશે. જીલ્લા પંચાયત તરફથી પુરી પડાયેલી આ કિટમાં ઓઆરએસ-ગ્લુકોઝ, બર્નિંગ ટ્યુબ તથા અન્ય જરૂરી દવાઓ સહિતની વસ્તુઓ અપાઈ છે.

બેઠક વ્યવસ્થા જોવા માટે રવિવારે સ્કૂલો ચાલુ રખાશે 

આ વર્ષે સોમવારથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષાના આગલા દિવસે રવિવારે રજા છતાં પણ સ્કૂલો ચાલુ રહેશે. રવિવારે બપોર પછી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ સેન્ટરો પર જઈને પોતાને બેઠક નંબર કયા રૂમ નંબર-બ્લોકમાં છે તે જોઈ શકશે.

અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 1.79 લાખ વિદ્યાર્થી, કુલ 137 કેન્દ્રોમાં લેવાશે બોર્ડની પરીક્ષા 2 - image

અમદાવાદ શહેરના રિલિફ રોડ વિસ્તારમાં આવેલી જે.સી.શાહ પ્રકાશ સ્કૂલમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કુરેશી હબીબ અશરફ શારીરિક તકલીફ છતા પણ આ વર્ષે રાઈટર સાથે બોર્ડની પરીક્ષા ન્યુ મીડલ સ્કૂલના કેન્દ્રથી આપશે.હબીબ અશરફની ઊંચાઈ બે વિર્ષના બાળક જેટલી ઓછી છે અને શારીરિક તકલીફને લીધે ઉભો રહી શકતો નથી. ધો.10ની બોર્ડ પરીક્ષા પણ તેણે પ્રથમ પ્રયત્નમાં જ પાસ કરીને 65 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 1.79 લાખ વિદ્યાર્થી, કુલ 137 કેન્દ્રોમાં લેવાશે બોર્ડની પરીક્ષા 3 - image

અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 1.79 લાખ વિદ્યાર્થી, કુલ 137 કેન્દ્રોમાં લેવાશે બોર્ડની પરીક્ષા 4 - image


Google NewsGoogle News